ભગવાન આશુતોષના દ્વાદશ જ્યોતિલિંગ કેદારનાથના ગોળ પ્લાઝામાં 60 ક્વિન્ટલ વજનની કાંસામાથી બનેલા ભવ્ય ૐ ની આ કૃતિ સ્થાપિત કરવામાં આવશે. આ ૐ ની પ્રતિકૃતિને સ્થાપિત કરવા માટે જીલ્લા આપદા પ્રબંધક દ્વારા સફળ ટ્રાયલ કરવામાં આવ્યો હતો. જેમા જલ્દીથી કેટલીક કાર્યવાહી પુરી કરી ૐ સ્થાપિત કરવામાં આવશે.
પહેલા તબક્કામાં મંદિરનું પરિસર અને રસ્તાનુ કામ કરવામાં આવશે ત્યારબાદ ગોળ પ્લાઝાનું નિર્માણ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પોજેક્ટમાં કેદારનાથને સુરક્ષિત કરવાની સાથે સાથે તેના પર ભવ્યરુપે સુધારણા કરવામાં આવશે. આ દરમ્યાન ધામમાં બીજા તબક્કાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યુ છે. પહેલા તબક્કામાં મંદિરના પરિસરના વિસ્તાર સાથે મંદિર પર જવાના રસ્તો અને ગોળ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવશે.
60 ક્વિન્ટલની કાંસાની ૐ ની કૃતિ ગુજરાતના વડોદરામાં તૈયાર થઈ છે.
હવે આ ગોળ પ્લાઝા, જે મંદિરથી લગભગ 250 મીટર પહેલા સંગમના બરોબર ઉપરના ભાગમાં આવેલુ છે. પરંતુ ૐ ની આકૃતિને સ્થાપિત કરવામાં આવી રહ્યુ છે. 60 ક્વિન્ટલ વજનની કાંસાની ધાતુમાથી બનાવેલી ૐ ની કૃતિ ગુજરાતના વડોદરામાં તૈયાર કરવામાં આવી છે.
ઓમની આકૃતિ લગાવ્યા બાદ તેની ભવ્યતા અને સુંદરતામાં વધારો થશે.
કેદારનાથ ગોલ પ્લાઝામાં ઓમની આકૃતિ લગાવ્યા બાદ તેની ભવ્યતા અને સુંદરતામાં વધારો થશે. DDMA દ્વારા આ ૐ ની આકૃતિની સ્થાપના માટે જરૂરી કાર્યવાહી પણ પુરી કરી દેવામાં આવી છે.