ટાટા સમૂહની માલિકી હેઠળની એરલાઈન્સ એર ઈન્ડિયા 1,000 પાઈલટને હાયર કરવાની તૈયારી કરી રહી છે. તેમાં કેપ્ટન્સ અને ટ્રેનર્સની પોસ્ટ પર ભરતી કરાશે. વર્લ્ડ પાઈલટ્સ ડેના અવસરે એર ઈન્ડિયાએ આ વેકેન્સી બહાર પાડી હતી. તાતા સમૂહ એર ઈન્ડિયાનું વિસ્તરણ કરવાના પ્રયાસ કરી રહી છે અને એટલા માટે જ નવા એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર પણ અપાયો છે.
#FlyAI: This World Pilots Day, grab the opportunity to work for Air India Group and be part of a dynamic, global airline.
For more details visit our career page at https://t.co/0BA8EQR8F6#AirIndiaRecruitment pic.twitter.com/5rhXOAgy34
— Air India (@airindiain) April 26, 2023
એર ઈન્ડિયા વતી જાહેર કરાયેલી જાહેરાત અનુસાર એરલાઈન્સ 1,000 પાઈલટ્સને હાયર કરશે. એર ઈન્ડિયા અનુસાર A320, B777, B787 અને B737 ફ્લીટ માટે કેપ્ટન, ફર્સ્ટ ઓફિસર અને ટ્રેનર્સની પોસ્ટ માટે હાયરિંગના માધ્યમથી અમે અનેક પોસ્ટ પર ભરતી કરવા અને બઢતી આપવા જઈ રહ્યા છીએ.
એરલાઈન્સે જણાવ્યું હતું કે તે તેની ફ્લીટમાં 500 નવા એરક્રાફ્ટ ઉમેરવાની પણ તૈયારી કરી રહી છે. તાજેતરમાં એર ઈન્ડિયાએ બોઈંગ અને અને એરબસને નવા વિમાન માટે ઓર્ડર આપ્યો હતો જેમાં વાઈડ બોડી એરક્રાફ્ટ પણ સામેલ હતા. હાલ એર ઈન્ડિયા સાથે 1800 પાઈલટ્સ જોડાયેલા છે. અરજદારો કોઈપણ પ્રકારની માહિતી [email protected] મેઈલ કરી શકે છે.