મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી ને લઈ તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ અને પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. જેમ જેમ એક પછી એક બેઠકો પર નામો જાહેર થઈ રહ્યા છે, તેમ તેમ ઉમેદવારો પણ ઘેલમાં આવી ગયા છે અને પોતાના મતક્ષેત્રમાં પ્રચાર અર્થે નિકળી ગયા છે, ત્યારે BJPએ પણ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાની તૈયારી આરંભી દીધી છે.
ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી , અમિત શાહ , રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા દિગ્ગજો નામો સામેલ કર્યા છે. ભાજપે આ યાદીમાં 40 નેતાઓને સામેલ કર્યા છે, જેઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે.
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં PM મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, વીડી શર્મા, યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, પીયૂષ ગોયલ, દેવેન્દ્ર ફડણવીસ, ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્ર સિંહ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા, અશ્વિની વૈષ્ણવ, હિમંતા બિસ્વા સરમા, કૈલાશ વિજયવર્ગીય, કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ફગ્ગન સિંહ કુલસ્તે, પ્રહલાદ પટેલ, એસપી સિંહ ભગેલ, મનોજ તિવારી, નરોત્તમ મિશ્રા સહિત ઘણા દિગ્ગજ નેતાઓના નામો છે.