કર્ણાટક વિધાનસભા ચૂંટણી હેઠળ 10 મેના રોજ મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. મતગણતરી રાજ્યના 36 સેન્ટર પર સવારના 8 વાગ્યાથી શરૂ થઈ છે. ચૂંટણીપંચ અનુસાર લગભગ 2 વાગ્યા સુધીમાં ચોક્કસ તસવીર સામે આવી જશે. શરૂઆતના વલણની વાત કરીએ તો 224 વિધાનસભા બેઠકો ધરાવતા કર્ણાટકમાં મતગણતરીના આવેલા શરૂઆતના વલણોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. જોકે જેડીએસને કિંગમેકરની ભૂમિકામાં બતાવવામાં આવી છે.
ભાજપના આ મોટા નેતાઓ કર્ણાટકમાં પાછળ ચાલી રહ્યાં છે
ભાજપના મોટા નેતાઓ તેમની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. મધુસ્વામી, શ્રીરામુલુ, રેણુકાચાર્ય, બીસી પાટીલ, એસટી સોમશેકર, એમટીબી નાગરાજ, ડો. સુધાકર, વી સોમન્ના, સુરેશ કુમાર પોતપોતાની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.
કોંગ્રેસના નેતાઓ ડીકે શિવકુમારને મળવા પહોંચ્યા
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરે છે. બીજી તરફ કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને મળવા પહોંચવા લાગ્યા છે.
કર્ણાટક: બેંગલુરુની હિલ્ટન હોટેલમાં 50 રૂમ બુક
કર્ણાટકના બેંગલુરુની હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરવામાં આવ્યા છે. આ રૂમ કોંગ્રેસના ધારાસભ્યો માટે બુક કરવામાં આવ્યા છે. કોંગ્રેસે તમામ વિજેતા ઉમેદવારોને રાત્રે 8 વાગ્યે હોટલ પર પહોંચી જવા જણાવ્યું છે. આવતીકાલે વિધાનસભા પક્ષની બેઠક મળશે.
યુથ કોંગ્રેસના પ્રમુખ શું બોલ્યા ?
યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ બીવીએ ટ્વીટ કરીને કહ્યું કે, જય બજરંગબલી, તોડી દીધી ભ્રષ્ટાચારની નળી.
કર્ણાટક ચૂંટણી પરિણામો: ક્યાં કોણ આગળ?
વરુણા સીટ પરથી કોંગ્રેસના સિદ્ધારમૈયા આગળ ચાલી રહ્યા છે.
શિવમોગા સીટ પરથી ભાજપ આગળ ચાલી રહી છે.
હુબલી સીટ પર ભાજપના મહેશ આગળ ચાલી રહ્યા છે.
મડકેરી બેઠક પરથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે. આ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ભાજપનો કબજો છે.
કોંગ્રેસનું લક્ષ્ય 2024ની લોકસભા ચૂંટણીનું…
વડાપ્રધાન મોદી માટે લોકપ્રિય સમર્થનથી પ્રેરિત ભાજપનું લક્ષ્ય 38 વર્ષ જૂની પરંપરાને તોડવાનું છે કેમ કે 1985થી કર્ણાટકમાં વર્તમાન પાર્ટી સત્તામાં ફરી ચૂંટાઈ નથી. તેનાથી વિપરિત કોંગ્રેસ આ જીતને આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રાથમિક વિપક્ષી દાવેદાર તરીકે તેની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોઈ રહી છે.
જેડીએસ કિંગમેકર બની શકે…
કર્ણાટકમાં ફરી એકવાર જેડીએસના કિંગમેકર બનવાની આશા છે. 10માંથી 5 એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાની આશા વ્યક્ત કરી રહ્યા છે એટલે કે જેડીએસ વિના સરકાર રચાઈ નહીં શકે. પોલ ઓફ પોલ્સમાં ભાજપને 91, કોંગ્રેસને 108 અને જેડીએસને 22 તથા અન્યને 3 બેઠકો મળવાના સંકેત છે.