આજથી નવો મહિનો એટલે કે મે મહિનો શરૂ થયો છે. જેમ દર મહિનાની શરૂઆતમાં કેટલાક ફેરફારો થાય છે, તેવી જ રીતે આ વખતે પણ પહેલી તારીખથી કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે. એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) થી મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત નિયમોમાં ફેરફાર આજથી લાગુ થવા જઈ રહ્યા છે. આ એવી બાબતો છે જેનો સીધો સંબંધ તમારા નાણાં સાથે છે તો જાણો આજથી પાંચ મોટા ફેરફારો વિશે.
એલપીજીના ભાવમાં ફેરફાર
પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. કંપનીઓએ આ મહિને પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.171 સુધીનો ઘટાડો કર્યો છે. પટના, રાંચીથી ચેન્નાઈ સુધી કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડર 171.50 રૂપિયા સસ્તા થયા છે. આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1856.50 રૂપિયા થઈ ગઈ છે. આની પહેલા 1 એપ્રિલે સરકારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
GST નિયમોમાં ફેરફાર
1 મેથી વેપારીઓ માટે GSTમાં મોટા ફેરફારો થયા છે. નવા નિયમ મુજબ હવે રૂ.100 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ટ્રાન્ઝેક્શનની રસીદ 50 દિવસની અંદર ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ (IRP) પર અપલોડ કરવાની રહેશે. તે ફરજિયાત કરવામાં આવ્યું છે. હજુ સુધી આ કામ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.
મ્યુચ્યુઅલ ફંડ KYC
માર્કેટ રેગ્યુલેટરી બોડી સેબીએ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે એ જ ઈ-વોલેટનો ઉપયોગ કરે, જેની KYC પૂર્ણ છે. આ નિયમ 1 મેથી લાગુ થશે. ત્યારબાદ રોકાણકારો KYC સાથે માત્ર ઈ-વોલેટ દ્વારા જ રોકાણ કરી શકે છે. KYC માટે તમારે તમારો PAN નંબર, મોબાઈલ નંબર અને બેંકની વિગતો આપવી પડશે. આ તમામ વિગતો સાથે, KYC માટે એક ફોર્મ ભરવાનું રહેશે.
PNB ગ્રાહકો માટે મોટો ફેરફાર
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંકે ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. નવા નિયમો 1 મેથી લાગુ થશે. જો એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોના ખાતામાં બેલેન્સ નથી, તો ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થયા પછી બેંક તરફથી 10 રૂપિયાની સાથે જીએસટી લેવામાં આવશે. પંજાબ નેશનલ બેંકે પોતાની વેબસાઈટ પર નોટિસ જારી કરીને આ જાણકારી આપી છે.
ATF સસ્તુ થયું
હવાઇ ઇંધણના ભાવમાં 4% નો ઘટાડો થયો છે. ATFના ભાવ રૂ.4606 ઘટતા હવે રૂ.95935 પ્રતિ કિલોલિટર થઇ ગયો છે. આથી હવે વિમાનમાં મુસાફરી સસ્તી થવાની સંભાવના છે.