વિશ્વમાં અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ભારત ત્રીજા ક્રમે છે. વિશ્વના આંકડા અનુસાર, દેશમાં 169 અબજોપતિ છે, જ્યારે અમેરિકા 735 અબજપતિઓ સાથે ટોચ પર છે. ડેટા અનુસાર, બીજા સ્થાને ચીનનો કબજો છે, જ્યાં 495 અબજોપતિ છે. ભારતમાં અબજોપતિઓની સંખ્યા જર્મની, ઈટાલી, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ અને જાપાન જેવા વિકસિત દેશો કરતાં પણ વધુ છે.
સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા 15 દેશોની યાદીમાં જાપાન સૌથી છેલ્લા સ્થાને છે. માત્ર 40 અબજોપતિ છે. વિશ્વભરમાં 100 થી વધુ અબજોપતિઓ ધરાવતા દેશોની યાદીમાં અમેરિકા, ચીન, ભારત, જર્મની અને રશિયાનું નામ છે.
ફોર્બ્સની યાદી અનુસાર, ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સૌથી વધુ 66 અબજોપતિ છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં 39 અબજોપતિ છે. ઉપરાંત 21 અબજોપતિ બેંગલુરુના છે.