ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહી ચુકેલા અબ્દુલ બાસિતે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં આજકાલ ચર્ચા ચાલી રહી છે કે, ભારતીય સેના પાકિસ્તાન સામે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવી રહી છે અને તેને બહુ જલ્દી અમલમાં પણ મુકી શકે છે.
બાસિતે એક વિડિયો પોસ્ટ કરીને કહ્યુ હતુ કે, 20 એપ્રિલે પૂંછમાં ભારતીય સૈનિકો પર હુમલો થયો હતો અને હવે પાકિસ્તાન પર ભારતના વળતા જવાબનો ખતરો મંડરાઈ રહ્યો છે.જેનુ કારણ પૂંછમાં થયેલો આતંકી હુમલો છે.ભારત સર્જિકલ સ્ટ્રાઈકના વિકલ્પ તરીકે એર સ્ટ્રાઈક પણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 20 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરાયો હતો.કાયરતાપૂર્ણ હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા.એ પછી આર્મીએ પૂંછના જંગલોમાં સર્ચ ઓપરેશન પણ ચલાવ્યુ હતુ.જોકે હુમલો કરનારા આતંકીઓ હાથમાં આવ્યા નહોતા.સેના હજી પણ આ આતંકીઓની શોધખોળ માટે જંગલોમાં ઘનિષ્ઠ અભિયાન ચલાવી રહી છે.