જર્મન મેગેઝિન ડેર સ્પીગેલે ભારત વિરોધી કાર્ટૂન પ્રકાશિત કર્યું છે. જે બાદ આ કાર્ટૂનમાં સ્વાભાવિક કટાક્ષ હોવાને કારણે ભારતને અપમાનિત કરવાનો ઈરાદો હોવાનું લોકોને લાગ્યું હતું. આ કાર્ટૂનમાં બે ફોટોગ્રાફ્સ દ્વારા ભારત અને ચીનની સરખામણી કરવામાં આવી છે.
કાર્ટૂનમાં ટ્રેનની બે તસવીરો બતાવવામાં આવી છે. આ ભારત વિરોધી કાર્ટૂનમાં એક ઓવરલોડેડ ટ્રેન બતાવવામાં આવી છે, જેના પર ભારતીય ત્રિરંગો લઈને લોકો બેઠા છે. જ્યારે ચીનની બુલેટ ટ્રેન અલગ ટ્રેક પર દેખાઈ રહી છે. આ કાર્ટૂન દ્વારા ચીનની તકનીકી પ્રગતિ દર્શાવવામાં આવી છે, જ્યારે ભારતને ભાંગી પડેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રજૂ કરવામાં આવ્યું છે. કાર્ટૂન પર પ્રતિક્રિયા આપતાં કેટલાંક ભારતીય યુઝર્સે કહ્યું કે ટ્રેનોમાં પ્રવાસ કરતા ભારતીયોની તસવીર માત્ર જાતિવાદી જ નહીં, ભ્રામક હોવાનું પણ જણાવ્યુ હતું.
જર્મન મેગેઝિન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા કાર્ટૂનને લઈને આ હોબાળો થયો છે. જ્યારે ભારતની વસ્તી ચીન કરતાં પણ આગળ નીકળી ગઈ છે. ત્યારે આ કાર્ટૂન જોઈને ભારતીય યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને જર્મની પર ભારત પ્રત્યે પૂર્વગ્રહ હોવાનો આરોપ લગાવ્યો. જર્મનીના મેગેઝિન ડેર સ્પીગેલે આ ભારત વિરોધી કાર્ટૂન પ્રકાશિત કર્યું છે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ પણ આ કાર્ટૂનની ટીકા કરી છે અને તેને જાતિવાદી ગણાવ્યું છે. તેણે કહ્યું કે તે અગાઉ જે ભારતના સફળ મંગળ મિશનની મજાક ઉડાવતા ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા કાર્ટૂન કરતાં પણ ખરાબ છે. અંશુલ સક્સેના નામના યુઝરે કહ્યું કે, જર્મનીના કાર્ટૂનમાં ભારતની મજાક ઉડાવવામાં આવી છે. જ્યારે ભારતમાં 61 ટકા રેલવે લાઈનો વીજળીકૃત છે અને દેશ 2030 સુધીમાં રેલ નેટવર્કના 75 ટકાને વિદ્યુતીકરણ કરવાની યોજના ઉપર કામ કરી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર એ જણાવ્યું હતું કે, ભારતની વસ્તી આ મહિનાના અંતે 1.425 અબજ સુધી પહોંચવાની તૈયારીમાં છે, જે ચીનને પાછળ છોડીને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. યુએનની તાજેતરની આગાહી અને વૈશ્વિક વસ્તી અંદાજો અનુસાર, સદીના અંત પહેલા ચીનની વસ્તી એક અબજથી નીચે આવી શકે છે, જ્યારે ભારતની વસ્તી કેટલાક દાયકાઓ સુધી વધવાની અપેક્ષા છે.
યુએનના વર્લ્ડ પોપ્યુલેશન ડેશબોર્ડ પર ફેબ્રુઆરી 2023 માટેના ડેટાના આધારે, 19 એપ્રિલના રોજ પ્રદર્શિત કરાયેલા ડેટામાં ચીનની વસ્તી 142.57 કરોડ છે, આમ તે બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે.