સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી કાઉન્સેલર પ્રતીક માથુરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા, છે અને રહેશે. તેમણે કહ્યું કે, કોઈપણ દેશ ખોટી માહિતી, રેટરિક અને પ્રચાર દ્વારા આ હકીકતને અસ્વીકાર કરી શકશે નહીં.
પ્રતીક માથુરે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘વીટો પહેલ’ અપનાવ્યાને એક વર્ષ વીતી ગયું છે. વીટો પર ભારતની સ્થિતિ સતત અને સ્પષ્ટ રહી છે. યુએનજીએએ 2008માં સર્વસંમતિથી સંમતિ આપી હતી કે UNSC સુધારાના તમામ પાંચ પાસાઓ, જેમાં વીટોના પ્રશ્નનો સમાવેશ થાય છે, વ્યાપક રીતે નિર્ણય લેવામાં આવશે અને તેથી તેને કોઈ એક જૂથથી અલગ કરીને સંબોધવામાં આવશે નહીં.
#WATCH | The Union Territories of Jammu&Kashmir and Ladakh were, are & will always remain an integral & inalienable part of India. No amount of misinformation, rhetoric & propaganda from any country can deny this fact: Pratik Mathur, Counsellor in India’s Permanent Mission to UN pic.twitter.com/QGu8uVMtGd
— ANI (@ANI) April 26, 2023
તેમણે કહ્યું કે, માત્ર પાંચ સભ્ય દેશોને જ વીટોનો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર છે. તે રાજ્યોની સાર્વભૌમ સમાનતાના ખ્યાલની વિરુદ્ધ છે અને માત્ર બીજા વિશ્વયુદ્ધની માનસિકતાને કાયમી બનાવે છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે, કાં તો તમામ રાષ્ટ્રો સાથે મતદાનના અધિકારની દ્રષ્ટિએ સમાન વર્તન કરવામાં આવે અથવા નવા સ્થાયી સભ્યોને પણ વીટો આપવો જોઈએ.