મેહુલચોક્સીની ગીતાંજલી જેમ્સ લિ. સામે ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (આઈએફસીઆઈ)એ કરેલા રૃ. ૨૨.૫૦ કરોડના બેન્ક ફ્રોડ કેસમાં મેેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહીને વિષેશ કોર્ટે બુધવારે સ્ટે આપ્યો છે. આ કેસના સહઆરોપીઓમાંના એક વિપુલ ચિતલિયાએ કરેલી સમીક્ષા અરજીમાં આદેશ અપાયો છે.
આઈએફસીઆઈએ સીબીઆઈની બેન્કિંગ સિક્યોરિટી ફ્રોડ બ્રાંચમાં ફરિયાદ કરીને આરોપ કર્યો હતો કે ચોક્સીએ રૃ. ૨૫ કરોડની આર્થિક સહાયતા માગી હતી જેના માટે તેણે લોનની રકમથી બમણી કિંમતના દાગીના ગિરવે મૂક્યા હતા. જ્યારે જીજીએલએ ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યો ત્યારે સિક્યોરિટી ચકાસવા નવેસરથી દાગીનાનું મૂલ્યાંકન કરાયું હતું. જેમાં દાગીનાની કિંમત ૯૮ ટકા ઘટી ગયાનું જણાયું હતું. આઈએફસીઆઈએ આરોપ કર્યો હતો કે ચોક્સીએ વેલ્યુઅર સાથે મળીને ખોટી કિંમત કઢાવી હતી. ગિરવે મૂકેલા દાગીના હલકી ગુણવત્તાના અને લેબ બનાવટના કેમિકલ સ્ટોન હતા આમ રૃ. ૨૨ કરોડનું નુકસાન થયું છે.
સીબીઆઈએ ૩૦ એપ્રીલ ૨૦૨૨માં કેસ નોંધ્યો હતો. બીજી માર્ચ ૨૦૨૩ના રોજ એસ્પ્લેનેડ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટ મેજિસ્ટ્રેટ સમક્ષ આઠ આરોપી સામે આરોપનામું દાખલ કરાયું હતું.
ચિતલીયાએ સેશન્સ કોર્ટમાં સમીક્ષા અરજી કરીને દલીલ કર ીહતી કે મેજિસ્ટ્રેે કોઈ કારણ આપ્યા વિના યાંત્રિક ઢબે ે આરોપીઓને ભૂમિકા સમજાવ્યા વિના ૧૧૦૦૦ પાનાના આરોપનામાની દખલ લીધી છે.
જીજીએલ સામે નાદારીના પ્રક્રિયા શરૃ થવાને કારણે બ્રાન્ડ વેલ્યુ ઘટી છે અને આને કારણે ગિરવે રાખેલા દાગીનાની કિંમત પણ ઘટી છે, એમ અરજીમાં જણાવાયું હતું.
મેજિસ્ટ્રેટ કોર્ટે ે આરોપીઓને સમન્સ જારી કરતી વખતે કોઈ કારણ આપ્યું હોવાનું જણાતું નથી. આરોપનામાની દખલ લેતી વખતે તેના સાહિત્યને આધારે કોઈ મંતવ્ય આદેશમાં જણાતું નથી, એમ સેશન્સ કોર્ટે ૨૬ એપ્રિલના આદેશમાં જણાવ્યું હતું.
પ્રથમદર્શી ક્ષતિને ધ્યાનમાં રાખતાં એસ્પ્લેનેડ કોર્ટના એસીએમએમ સમક્ષની કાર્યવાહીને આગામી તારીખ સુધી સ્થગિત રાખવામાં આવે છે અને સુનાવણી સાત જુલાઈ પર રખાઈ છે.