સમગ્ર દેશનું ધ્યાન ખેંચી રહેલી કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસે ૧૩૬ બેઠક ઐતિહાસિક જીત મેળવી લીધો છે. હવે કર્ણાટકમાં કોંગ્રેસ એકલા હાથે સરકારની રચના કરશે. જનતાએ ભાજપ અને જનતા દળ (ધર્મનિરપેક્ષ) કારમો પરાજય આપ્યો છે.
આ કર્ણાટકની જીતના પગલે આગામી વર્ષ ૨૦૨૪ની લોકસભાની અને વિવિધ રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ માટેના જીતની શક્યતા વધી હોવાની રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ છે. આ જીતને મહારાષ્ટ્રમાં વધાવીને કોંગ્રેસની કચેરીઓમાં કાર્યકરોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપની કચેરીમાં સોપો પડી ગયો હતો. કર્ણાટકની જીત બદલ મહારાષ્ટ્રના નેતાઓની વિવિધ પ્રતિક્રિયા.
* લોકોને તોડફોડ અને ખોખાની રાજનીતિ પસંદ નથી. જે કર્ણાટકની જનતાએ કોંગ્રેસની જીતાડીને દાખલો બેસાડયોઃ શરદ પવાર.
* કર્ણાટકમાં કોંગ્રેસને ભાજપ કરતા લગભગ બમણી સીટો પર સફળતા મળી હોવાનું કહીને એન.સી.પીના વડા શરદ પવારે ટીકા કરી હતી કે સત્તાના દુરુપયોગને કારણે અહીં ભાજપની હાર થઈ છે. લોકોને તોડફોડ અને ખોખાની રાજનીતિ પસંદ નથી. તેમણે એમ પણ કહ્યું કે મોદી અને શાહ દ્વારા સભાઓ યોજવા છતાં ભાજપનો પરાજય થયો છે. આ એક શ્રેષ્ઠ દાખલો બેસાડયો છે.
* કર્ણાટકની ચૂંટણીના પરિણામો વર્ષ ૨૦૨૪માં પરિવર્તનનો સંકેત આપે છે. તેમણે એમ પણ કહ્યું કે કર્ણાટક ચૂંટણી દ્વારા ૨૦૨૪ની ચૂંટણીમાં કેવું ચિત્ર જોવા મળશે તેનો ખ્યાલ આપણને મળી શકે છે
* કર્ણાટકની ચૂંટણી પરિણામો વર્ષ ૨૦૨૪ માં વિરોધ પક્ષો માટે સત્તાના દરવાજા ખોલશેઃ સાંસદ સંજય રાઉત
* કર્ણાટકના લોકોએ મોદી-શાહને નકારી દીધા છે. એ તેઓએ સ્વીકારવું જોઈએ. મહારાષ્ટ્રમાંથી ભાજપના નેતાઓ ઘણી જગ્યાએ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ગયા. તેઓ જ્યાં પણ ગયા ત્યાં ભાજપની ભારે હાર થઈ છે. કોંગ્રેસ અને મહારાષ્ટ્ર એકીકરણ સમિતિને હરાવવા માટે મહારાષ્ટ્રમાંથી ભાજપના નેતાઓનું એક મોટું જૂથ કર્ણાટક ગયું હતું. દરેક જગ્યાએ ભાજપનો પરાજય થયો હતો. કર્ણાટક ચૂંટણી પરિણામો વર્ષ ૨૦૨૪ માં વિરોધ પક્ષો માટે સત્તાના દરવાજા ખોલશે. સીમા વિવાદ જેવા સ્થળે મરાઠીઓને પડખે ઊભા રહેવાના બદલે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્યપ્રધાન એકનાથ શિંદે મરાઠી વિરુધ્ધ પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
* કર્ણાટકની જનતાએ નિર્ભયતાથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહની બળજબરીને સત્તામાંથી ફેંકી દીધી, – શિવસેના ( યુ બી ટી) નેતા ઉદ્ધવ ઠાકરે. ‘દેશમાં સરમુખત્યારશાહીની હારની અને ભાજપની પડતી સાથે કર્ણાટકમાં કોંગ્રેસની જીતની શરૂઆત સાથે શરૂ થઈ છે. એમ ઉદ્ધવ ઠાકરેએ આ શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરીહતી.અને કર્ણાટકની જનતાને તેમના સમજદાર નિર્ણય બદલ અભિનંદન આપ્યા હતા. કર્ણાટકની ચૂંટણીએ દેશના રાજકારણને નવી દિશા આપી છે અને આશાનું કિરણ બતાવ્યું છે. કોંગ્રેસે જોરદાર જીત મેળવી, પરંતુ કર્ણાટકની જનતાએ નિર્ભયતાથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહની બળજબરી સત્તાને ફેંકી દીધી એમ ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું.
* કર્ણાટકમાં કોંગ્રેસની તમામ નેતાગીરીએ એક થઈ ઝંપલાવતા આ જીતમાં દરેકનો સિંહફાળો છેઃ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણ.
* કર્ણાટકમાં કોંગ્રેસ બહુમતીના જાદુઈ આંકડા મેળવીને દક્ષિણ ભારતમાં ભાજપનો ગઢ ધરાશાયી કર્યો છે . આ પછી મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે કહ્યું કે ડબલ એન્જિન પાટા પરથી ઉતરી ગયું છે. આ જીતમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ડીકે શિવકુમાર, સિદ્ધારમૈયાએ સખત મહેનત કરી હતી. અશોક ચવ્હાણે એમ પણ કહ્યું કે કોંગ્રેસની તમામ નેતાગીરીએ એક થઈને ઝંપલાવ્યું હતું. આથી ઐતિહાસિક જીત મેળવી છે.
* અપેક્ષિત પરિણામ આવ્યું-કોંગ્રેસે નેતા પૃથ્વીરાજ ચવ્હાણ.
* કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા છે. ઘોડા બજારના ભયનું ધ્યાન રાખવું પડી શકે છે. ભાજપ આ હાર સ્વીકારશે નહીં. અગાઉ કર્ણાટકમાં ભાજપે ઘોડાબાજી નો વેપાર કરીને સરકારને ઉથલાવી હતી. તે સત્તા પુનઃપ્રાપ્ત કરવા માટે કામ કરી રહી છે. જોકે કર્ણાટકની જનતાએ નિર્ભર રહીને ખોબલે ખોબલે મત આપીને કોંગ્રેસને બહુમતી અપાવી છે.
– મહારાષ્ટ્રમાં ભાજપ- શિવસેનાની જ સરકાર આવશેઃ દેવેન્દ્ર ફડણવીસ
કેટલાક લોકોને એવું લાગે છે કે કોંગ્રેસી લગભગ દેશ જીતી લીધો છે. તેઓને એટલી જ સલાહ છે કે વિધાનસભા બાદ લોકસભાની પરિણામ જોવા જરૂરી છે. આજે ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજય સંસ્થાના પરિણામ આવ્યા છે. તે ઠેકાણે ભાજપની એક હાથે સત્તા આવી છે. આથી કર્ણાટકનું ઉદાહરણ આપીને દેશ જીતી લીધો એવું કહે છે. તેમાં જરા પણ તથ્ય નથી, એવી વિપક્ષોને ભાજપના નેતા તથા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સણસણતું જણાવી દીધું હતું. કર્ણાટકના પરિણામની અસર બિલકુલ મહારાષ્ટ્રમાં પડશે નહિ. દેશમાં મોદી અને મહારાષ્ટ્રમાં ભાજપ- શિવસેનાની સરકાર આવશે એવો મને વિશ્વાસ છે એવું દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
બજરંગબલીના નામનો દુરુપયોગ લોકો ઉપર કરનારી ભાજપ પર ગદા ફરીઃ એન.સી.પી.ના નેતા જયંત પાટીલ
બજરંગબલી હનુમાનજીના નામનો દુરુપયોગ કરનાર ભાજપ ઉપર જ કર્ણાટકની જનતા પર બજરંગબલીની ગદા ફરી ગઈ એમ એન.સી.પી.ના નેતા જયંત પાટીલે જણાવ્યું હતું. ભાજપના કારમા પરાજ્યથી દક્ષિણ ભારતમાં તેઓને મોટી અસર પડી છે. ભાજપનો આ પરાજય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ માટે નિષ્ફળતા છે. કારણ કે કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાઓ ગજવી હતી. પણ જનતા પર ખાસ પરિણામ આવ્યું નહિ.