મે મહિનો શરૂ થયો છે અને 1 મે માટે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. 1 મેની તાજેતરની યાદી અનુસાર દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ સ્થિર છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે 22 મેથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ક્રૂડ ઓઈલ સસ્તુ અને મોંઘુ થયા બાદ પણ પેટ્રોલ અને ડીઝલ પર કોઈ અસર જોવા મળી નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડ 0.52 ડોલર અથવા 0.68 ટકાના ઘટાડા સાથે 76.26 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ $ 0.53 અથવા 0.66 ટકા ઘટીને 79.80 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.76 અને ડીઝલ રૂ. 89.66 પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.29 અને ડીઝલ રૂ. 94.25 પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.74 અને ડીઝલ રૂ. 94.33 પ્રતિ લીટર
કોલકાતા પેટ્રોલ રૂ. 106.01 અને ડીઝલ રૂ. 92.74 પ્રતિ લીટર
ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો.