કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હાલ સુધીની સ્થિતિ પ્રમાણે 224 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ 129 બેઠકો પર લીડ કરી રહ્યું છે. જ્યારે ભાજપ હાલ 67 જ બેઠક પર લીડ ધરાવે છે અને જેડીએસના ખાતામાં 22 બેઠક આવતી દેખાઇ રહી છે. અપક્ષ ઉમેદવારોએ પણ 6 જેટલી બેઠકો પર કબજો જમાવ્યો છે. ત્યારે કોંગ્રેસ ભવ્ય વિજય મેળવવા તરફ અગ્રેસર થતાં કોંગ્રેસના રાજનેતાઓએ વિવિધ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. જુઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તરફથી કેવા કેવા નિવેદન આવી રહ્યા છે.
આ પીએમ મોદીની હાર – ભૂપેશ બઘેલ
કર્ણાટકમાં કોંગ્રેસ વલણમાં જીત બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાયપુરમાં મીઠાઈ વહેંચી હતી. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં પીએમ મોદીને આગળ રાખીને વોટ માંગવામાં આવ્યા હતા. આ મોદીની હાર છે. ભ્રષ્ટાચારીઓના માથા પર બજરંગ બલિની ગદા પડી.
સિદ્ધારમૈયાએ કહ્યું- અમારી વાત સાચી સાબિત થઈ
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે જો મોદી પણ આવી જશે તો પણ કંઈ નહીં થાય. જુઓ આ થયું. અમે 120 સીટો પર આગળ છીએ. આવી જ અમને આશા હતી કે અમને બહુમતી મળશે.
श्री राहुल गांधी की भारत जोड़ो यात्रा के दौरान कर्नाटक में जो माहौल दिखा था आज उसी का नतीजा कर्नाटक के चुनाव परिणाम में स्पष्ट दिख रहा है। यूपीए चेयरपर्सन श्रीमती सोनिया गांधी, कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे, श्री राहुल गांधी एवं श्रीमती प्रियंका गांधी के नेतृत्व में…
— Ashok Gehlot (@ashokgehlot51) May 13, 2023
રાજસ્થાન-એમપી અને છત્તીસગઢમાં પણ આવા જ પરિણામો જોવા મળશે – ગેહલોત
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકમાં જે માહોલ જોવા મળ્યો હતો આજે તેનું પરિણામ કર્ણાટકના ચૂંટણીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓએ જોરદાર પ્રચાર કર્યો હતો. કર્ણાટકે સાંપ્રદાયિક રાજનીતિને ફગાવીને વિકાસની રાજનીતિ પસંદ કરી છે. આગામી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ તેનું પુનરાવર્તન થશે.