ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેઓની કોમનમેનની ઇમેજનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઘટના બાદ CMની સાદગીના PM મોદીએ પણ વખાણ કર્યા છે.
PMએ ટ્વીટ કરી સીએમની સાદગીનાં વખાણ કરતાં તેઓના વિશે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.
મહત્વનું એ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને ગત 7 મેના રોજ રવિવારે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેઓને વધુ સારવાર માટે 1 મેના રોજ એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર હાલ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્ત્વનું મુખ્યમંત્રીએ આ ફ્લાઇટ 108ની મદદથી બુક કરી હતી.
મુખ્યમંત્રીનાં આ કામના વખાણ
દેખીતી રીતે જ દીકરો બીમાર હોય તો તેની સારવાર માટે એક પિતા શું ના કરે, દીકરાને બચાવવા પોતાના છેલ્લા શ્વાસ સુધી પિતા તમામ પરિસ્થિતિઓ સામે લડી લે. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 1 મે ના રોજ સરકારી એર એમ્બ્યુલન્સ માં દીકરાને વધુ સારવાર માટે મુંબઇ ની એક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે સરકારી એમ્બ્યુલન્સનું ભાડું CM પાસે કોઈ માંગે તેમ ન હતું. પરંતુ એક ઈમાનદાર સામાન્ય માણસ ની જેમ તેમને સરકારમાં એર એમ્બ્યુલન્સ નું ભાડું ભરીને એક દાખલો બેસાડયો છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. https://t.co/0CegcAxoDq
— Narendra Modi (@narendramodi) May 14, 2023
મુખ્યમંત્રીશ્રીનાં આ કામના વખાણ થઈ રહ્યા છે કારણ કે તેમણે આવું કરીને સમાજને પણ એક મેસેજ આપ્યો છે.
બીજી તરફ જો તેઓ ધારે તો પોતના દીકરાની ખબર અંતર પૂછવા માટે રાજ્યના ઉદ્યોગપતિઓ પાસે ઘણા ચાર્ટડ પ્લેન છે. તેમની પાસે માંગે તો એક પણ ઉદ્યોગપતિ તેમને ના પાડે નહીં. પરંતુ તેમણે કોઈની પાસે મદદ માંગી નહીં.ઉ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શનિવારે ફરી દીકરાના ખબર અંતર પૂછવા માટે ડોમેસ્ટિક ફ્લાઈટમાં સવારે જ મુંબઇ રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં મુખ્યમંત્રીના પરિવારે સરકારી એરક્રાફટનો એકેય વાર ઉપયોગ કર્યો નથી જેની સામે અન્ય રાજ્યના મુખ્યમંત્રી અને તેમનો પરિવાર પણ સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરતા હોય છે. જેની સરકારી ચોપડે નોંધ પણ કરાતી હોય છે. પરંતુ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની ઇમેજ ધરાવતા CM ભુપેન્દ્ર પટેલ જ્યારથી મુખ્યમંત્રીના હોદા પર બિરાજ્યા છે ત્યારથી આજદિન સુધી તેમના પરિવારે સરકારી એરક્રાફટનો એકેય વાર ઉપયોગ કર્યો જ નથી. તેના કારણે તેઓની કોમન મેનની ઇમેજ જળવાઈ રહી છે. અને લોકો પણ તેઓના વખાણ કરી રહ્યા છે.