ઘોઘંબા તાલુકાના ગ્રામીય વિસ્તારોમાં રહેતા આદિવાસીઓને ઇસાઇઓ દ્રારા બળજબરીપૂર્વક બાઇબલ પકડાવી તેમનું ધર્માતરણ કરવામાં આવે છે. તેવો ખુલાસો બજરંગ દળ દ્રારા કરવામાં આવ્યો.
કાર્યકતાઓનું વધુમાં કહેવું છે કે છેલ્લા ૩-૪ વર્ષથી ધર્માતરણની પ્રક્રિયા ગ્રામ્યવિસ્તારોમાં કરવામાં આવી રહી છે અને તેમાં ઘણા પ્રમાણમાં આદિવાસીઓ હિંદુમાંથી ઇસાઇ ધર્મમાં પરિવર્તિત થયા છે.
મોલ ગામના સરપંચ દ્રારા આ અંગે વધુ તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે છોટાઉદેયપુર ના બે વ્યકિતિઓ ગામમાં આવીને ધર્માતરણની પ્રવૃતિ કરી રહ્રયા છે. આ સંદભે સરપંચ દ્રારા રાજગઢ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. તે અરજીમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષથી છોટાઉદેયપુરથી બે ઇસમો GJ34L3811 ની મોટરસાઇકલ લઇને ગામમાં આવતા હતાં. અને ભોળા-ભલા લોકોને ફસાવીને તેમની પાસે જબરજસ્તી ઇસાઇ ધર્મના સુત્રોચ્ચાર કરાવતા હતાં. તેમજ આ બંને લોકો પ્રજાને ધમકાવતા હતાં કે અમારાથી પોલીસ ડરે છે. તેથી અમને કોઇ કશું નહી કરી શકે તેમજ તેમને પૈસાની લાલચ બતાવીને ધર્માતરણ કરાવતા હતાં.
મળતી માહિતી મુજબ સરપંચ દ્રારા અરજી લખાવ્યા બાદ પણ પોલીસ દ્રારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેથી બજરંગ દળના કાર્યકતાઓ ખૂબ રોષે ભરાયા છે. આ પ્રવૃતિ સરકાર સુધી પહોંચે તેના પ્રયત્નો બજરંગ દળ દ્રારા કરવામાં આવી રહયો છે.