સુપ્રિમ કોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડા અંગે મોટો ચુકાદો આપતી એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જો સંબંધોને જોડવાનું શક્ય ન હોય તો કોર્ટ સંપૂર્ણ ન્યાય માટે કલમ 142 હેઠળ આપવામાં આવેલા અધિકારો દ્વારા હસ્તક્ષેપ કરી શકે છે. એટલું જ નહીં સુપ્રિમ કોર્ટે કહ્યું કે, પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે લાગુ પડતા 6 મહિના સુધી રાહ જોવાની કાનૂની જવાબદારી પણ જરૂરી નથી.
Supreme Court’s five-judge Constitution bench holds that it can dissolve a marriage on the ground of irretrievable breakdown of marriage.
Supreme Court says it can invoke special power granted to it under Article 143 of the Constitution and that the mandatory waiting period of… pic.twitter.com/DFdJgM9mJ7
— ANI (@ANI) May 1, 2023
સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી કે શું સર્વોચ્ચ અદાલતને લગ્નને સીધું રદ કરવાનો અધિકાર છે કે નીચલી અદાલતના નિર્ણય પછી જ તેણે અપીલની સુનાવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટ કલમ 142 હેઠળ અપવાદરૂપે તૂટી ગયેલા લગ્નોને રદ કરવા માટે સત્તામાં વધારો કરી રહી છે. જો કે, સપ્ટેમ્બર 2022 માં, સુપ્રીમ કોર્ટે બંને ભાગીદારોની સંમતિ વિના અલગ રહેતા યુગલો વચ્ચેના લગ્નને રદ કરી શકે છે કે કેમ તે અંગે વિચારણા કરવા માટે સંમત થયા હતા. 29 સપ્ટેમ્બર 2022ના રોજ બેન્ચે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.