ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી ચંદન રામ દાસનું બુધવારે અવસાન થયું. કેબિનેટ મંત્રીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બાગેશ્વર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ICUમાં સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામી ગયા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
मंत्रिमंडल में मेरे वरिष्ठ सहयोगी श्री चंदन राम दास जी के आकस्मिक निधन के समाचार से स्तब्ध हूं। उनका निधन जनसेवा एवं राजनीति के क्षेत्र में अपूरणीय क्षति है।
ईश्वर पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान एवं परिजनों व समर्थकों को यह असीम कष्ट सहन करने की शक्ति प्रदान करें।
— Pushkar Singh Dhami (@pushkardhami) April 26, 2023
બાગેશ્વરના ધારાસભ્ય અને ઉત્તરાખંડના મંત્રી ચંદન રામ દાસનું બુધવારે અવસાન થયું. બુધવારે અચાનક તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને બાગેશ્વરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા સીએમ ધામીએ કહ્યું, “કેબિનેટમાં મારા વરિષ્ઠ સાથીદાર શ્રી ચંદન રામ દાસ જીના આકસ્મિક નિધનના સમાચારથી મને આઘાત લાગ્યો છે. તેમનું અવસાન જનસેવા અને રાજનીતિના ક્ષેત્રે અપુરતી ખોટ છે. ઈશ્વર પુણ્યશાળી આત્માને તેમના ચરણોમાં સ્થાન તથા તેમના પરિજનો અને સમર્થકોને આ અપાર કષ્ટ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ: