ભારતની કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી સંચાલિત કરવામાં આવતી 14 મેસેન્જર એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં બીચેટ(Bchat) પણ સામેલ છે. કેન્દ્રીય આઈટી મંત્રાલયે ઈન્ટેલિજન્સ બ્યૂરોના મળેલા ઈનપુટના આધારે આ નિર્ણય કર્યો હતો.
Central Government blocks 14 mobile messenger apps. It is reported that terrorists used these mobile messenger apps to spread the message and receive messages from Pakistan.
— ANI (@ANI) May 1, 2023
ભારત સરકાર આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ એપ્સથી દેશની સુરક્ષાને મોટો ખતરો છે. તેને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. અગાઉ ભારતે પાકિસ્તાનથી સંચાલિત થતા અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાર્યવાહી કરતા પ્રતિબંધ મૂકી દીધો હતો.