જો તમે સેમસંગ, ગૂગલ પિક્સેલ, વનપ્લસ અને રિયલમી જેવી પ્રીમિયમ અને લોકપ્રિય બ્રાન્ડ્સનો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ મે મહિનો તમારા માટે ખૂબ જ સારો છે. તેની પાછળનું કારણ એ છે કે આ મહિનામાં મોટી બ્રાન્ડસ તેના નવા સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. આજે અમે તમારા માટે આ સ્માર્ટફોન્સની વિગતો લઈને આવ્યા છીએ.
Google Pixel Fold અને Pixel 7a:
10 મે, 2023 ના રોજ Google I/O 2023 ઇવેન્ટમાં બે નવા Google Pixel ફોન વર્ઝન લોન્ચ થવાની સંભાવના છે.
Pixel 7a:
આ નવો સ્માર્ટફોન મોટા 6.1-ઇંચ AMOLED ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. તેમાં 4500 mAhની પાવરફુલ બેટરી હશે. Pixel 7a માં Sony IMX787 લેન્સ સાથે 64MP OIS કેમેરા છે. ફોનમાં ટેન્સર G2 ચિપસેટ છે. ભારતમાં Google Pixel 7A ની કિંમત 45,990 રૂપિયા હોઈ શકે છે.
Pixel Fold:
Google Pixel Fold સ્માર્ટફોન 10 મેના રોજ લોન્ચ થવાની શક્યતા છે. આ ગૂગલનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે અને યુઝર્સને આ સ્માર્ટફોનથી ઘણી આશાઓ છે. રિપોર્ટ્સ અનુસાર, Pixel Foldમાં 5.8-ઇંચ કવર ડિસ્પ્લે અને 7.69-ઇંચની ઇનર ડિસ્પ્લે હશે. તે 12GB રેમ અને 256GB ઇન્ટરનલ મેમરી સાથે આવશે. Pixel Foldની કિંમત ભારતમાં 145,690 રૂપિયા હોઈ શકે છે.
Samsung Galaxy F54:
Samsung Galaxy F54 8GB રેમ અને 128GB ઇન્ટરનલ મેમરી સાથે આવશે. તેમાં 120Hz રિફ્રેશ રેટ, Exynos s5e8835 પ્રોસેસર અને 108 MP પ્રાઈમરી કેમેરા સાથે 6.7-ઇંચની ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે. ભારતમાં Samsung Galaxy F54ની કિંમત 24,990 રૂપિયા હોઈ શકે છે.
Oneplus Nord 3:
ભારતમાં મે મહિનામાં લોન્ચ થનારો બીજો મિડ-રેન્જ સ્માર્ટફોન OnePlus Nord 3 છે. આ સ્માર્ટફોનમાં 6.7-ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ મળી શકે છે, સાથે જ તેમાં 5,000mAh બેટરી હશે અને તે 80W ફાસ્ટ ચાર્જર સાથે આવશે. ભારતમાં OnePlus Nord 2 ની કિંમત 27,999 રૂપિયા હોઈ શકે છે.
Realme 11 Pro અને 11 Pro+:
Realme એ મે 2023 માં ભારતમાં તેની 11 Pro સિરીઝ લૉન્ચ કરવાની પુષ્ટિ કરી છે.
Realme 11 Pro:
સ્માર્ટફોનમાં 5,000mAh બેટરી અને 67W ચાર્જર હશે. તે 108MP રિયર કેમેરા અને ડાયમેન્સિટી 7000 સિરીઝ ચિપસેટ સાથે આવી શકે છે. 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, ભારતમાં Realme 11 Proની કિંમત 28,990 રૂપિયા હોઈ શકે છે.
Realme 11 Pro +:
6.7 ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે ડાયમેન્સિટી 7000-સિરીઝ ચિપસેટ અને કર્વ્ડ ઍડ્જ Realme 11 Pro + માં મળી શકે છે. સ્માર્ટફોનમાં 200MP પ્રાઇમરી કેમેરા સેન્સર અને 16MP સેલ્ફી કેમેરા મળશે. Realme 11 Pro+ સ્માર્ટફોન ભારતમાં 34,990 કિંમતે મળી શકે છે.