માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરે શનિવારે ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરી દીધું છે.
ANI એડિટર સ્મિતા પ્રકાશે જણાવ્યું કે માઇક્રો-બ્લોગિંગપ્લેટફોર્મ ચલાવવા માટે લઘુત્તમ વય માપદંડને પૂર્ણ ન કરવા બદલ Twitter એ Asian News International (ANI)નું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે.
So those who follow @ANI bad news, @Twitter has locked out India’s largest news agency which has 7.6 million followers and sent this mail – under 13 years of age! Our gold tick was taken away, substituted with blue tick and now locked out. @elonmusk pic.twitter.com/sm8e765zr4
— Smita Prakash (@smitaprakash) April 29, 2023
સ્મિતા પ્રકાશે ટવિટરથી મોકલેલા મેઇલનો સ્ક્રીનશોટ શેર કરતા કહ્યું કે,ANIનું ટ્વીટર હેન્ડલ લોક કરી દેવામાં આવ્યું છે. મેલમાં લખવામાં આવ્યું છે કે, “Twitter એકાઉન્ટ બનાવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી જોઈએ. Twitterએ નક્કી કર્યંં છે કે, તમે આ વય જરૂરિયાતોને પૂર્ણ કરતા નથી, તેથી તમારું એકાઉન્ટ લૉક કરવામાં આવ્યું છે અને ટ્વીટર પરથી હટાવી દેવામાં આવશે.