વીવોએ X80 સિરીઝનો સક્સેસર રજૂ કરી દીધો છે. કંપનીએ ભારતમાં X90 સિરીઝને લોન્ચ કરી છે. કંપનીએ Vivo X90 અને Vivo X90 Pro ને લોન્ચ કર્યાં છે. Vivo X90 સિરીઝ ખાસ કરીને કેમેરા પર ફોકસ કરે છે. Vivo X90 Pro માં 1-inch Sony IMX989 કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે, જે યૂઝર્સને DSLR જેવી પિક્ચર્સ ક્લિક કરવામાં મદદ કરશે. કેમેરા સિવાય કંપનીએ ભારતમાં પ્રથમ મીડિયાટેક ડાયમેન્સિટી 9200 પ્રોસેસરની સાથે 12GB રેમ અને 256GB સ્ટોરેજ આપી છે.
Vivo X90 Pro ના 12GB/256GB ને 84999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તો X90 ના 8GB/256GB વેરિએન્ટની કિંમત 59999 રૂપિયા છે. 12GB/256GB વેરિએન્ટને 63999 રૂપિયામાં ખરીદી શકાશે. બંને સ્માર્ટફોન ખરીદી માટે 5 મેથી ફ્લિપકાર્ટ, વીવો ઈન્ડિયાના ઈ-સ્ટોર અને રિટેલ સ્પોર્ટ પર ઉપલબ્ધ થશે. ગ્રાહકો આજથી પ્રી-બુક કરી શકે છે અને સાથે SBI, ICICI, HDFC અને IDFC બેંક્સ પર 10 ટકા સુધીના કેશબેકનો લાભ ઉઠાવી શકાય છે.
ડિસ્પ્લેઃ Vivo X90 માં 6.78 ઇંચની AMOLED ડિસ્પ્લે અને 120Hz નો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. ડિસ્પ્લે HDR10+ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. X90 Pro માં 2K રેઝોલ્યૂશન અને 20:9 આસ્પેક્ટ રેશિયો આપવામાં આવ્યો છે. તેમાં 452 PPI, 2160Hz PWM, HDR10+ અને 300Hz ટચ સેમ્પલિંગ રેટ પણ આપવામાં આવ્યો છે.
પ્રોસેસરઃ બંને ફોન્સમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9200 ચિપસેટ આપવામાં આવી છે. X90 સિરીઝમાં 12GB સુધીની LPDDR5 રેમ અને 256GB UFS 4.0 સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
કેમેરાઃ આ ફોનના કેમેરા તેની મોટી ખાસિયત છે. Vivo X90 ના રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50MP IMX866 પ્રાઇમરી સેન્સરની સાથે f/1.75 અપર્ચર, OIS, EIS અને LED flash હાજર છે. સાથે 12MP પોટ્રેટ સેન્સર -2x, ઓપ્ટિકલ ઝૂમ અને 12MP અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યું છે. તેના ફ્રંટમાં 32MP સ્નેપર આપવામાં આવે છે. X90 Pro માં 50MP પોટ્રેટ સેન્સર, 2x ઓપ્ટિકલ ઝૂમ, 50MP IMX866 પ્રાઇમરી સેન્સર, OIS, EIS, LED ફ્લેશ, 12MP અલ્ટ્રાવાઇડ સેન્સર હાજર છે. સેલ્ફી માટે તેમાં 32MP નું સ્નેપર આપવામાં આવ્યું છે.
બેટરીઃ બંને ફોનમાં મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. X90 માં 4810mAh ની બેટરી અને X90 Pro માં 4870mAh ની બેટરી આપવામાં આવી છે. બંને ફોન 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.