છત્તીસગઢના દંતેવાડામાં એક મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં 11 જવાનો શહીદ થઈ ગયા છે. દંતેવાડાના અરનપુરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) દળના વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે.
હુમલા અંગે સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે નક્સલવાદીઓને બક્ષવામાં આવશે નહીં. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. નક્સલવાદીઓ સામેની અમારી લડાઈ અંતિમ તબક્કામાં છે. આયોજનબદ્ધ રીતે નક્સલવાદને ધરમૂળથી ઉખેડી નાખવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ હુમલા બાદ પોલીસે નક્સલવાદીઓને ઘેરી લીધા છે. બંને વચ્ચે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. માહિતી અનુસાર વધુ ફોર્સ બોલાવવામાં આવી છે.
રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે આ હુમલાને લઈને ભૂપેશ બઘેલ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે બઘેલ દરેક હુમલા પછી એક જ વાત કહે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાજ્યો સાથે સંકલન કરીને નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે.