એક ભારતવંશીને વૈશ્વિક સ્તરે મોટી જવાબદારી મળવા જઈ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતીય મૂળના અજય બંગાને વિશ્વ બેંકના આગામી પ્રમુખ તરીકે નામાંકિત કર્યા છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી63 વર્ષીય બંગા અમેરિકન નાગરિકત્વ ધરાવે છે અને અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી કંપની જનરલ એટલાન્ટિકના વાઈસ ચેરમેન તરીકે કાર્યરત છે.
તેઓ પાર્ટનરશિપ ફોર સેન્ટ્રલ અમેરિકાના કો-ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યાં છે અને અમેરિકન વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે મળીને કામ કરી રહ્યાં છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ફેબ્રુઆરીના અંતે બંગાને વર્લ્ડ બેન્કના પ્રમુખ બનાવવા માટે નોમિનેટ કર્યા હતા. આ હોદ્દા માટે તેઓ એકમાત્ર નોમિની હતા. અત્યારે વર્લ્ડ બેન્કના પ્રમુખ ડેવિડ માલપાસ છે અને હવે અજય બાંગા તેમનું સ્થાન સંભાળશે.
બંગા અગાઉ માસ્ટરકાર્ડના સીઈઓ રહી ચૂક્યા છે. માસ્ટરકાર્ડમાં 12 વર્ષ સુધી કામ કર્યા બાદ, ડિસેમ્બર 2021માં તેઓ નિવૃત્ત થયા હતા. આ કાર્યકાળ દરમિયાન, તેમણે 2025 સુધીમાં 1 અબજ લોકો અને 5 કરોડ માઈક્રો-સ્મોલ બિઝનેસને ડિજિટલ ઈકોનોમીમાં સામેલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.
વિશ્વના વિકાસ માટે લોન આપવાનો દાવો કરતી વિશ્વ બેંક હાલમાં આગામી પ્રમુખ માટે ઉમેદવારોના નામાંકન લઈ રહી છે. આ પ્રક્રિયા 29 માર્ચ સુધી ચાલુ રહેશે. જોકે અજય બંગાનો દાવો આ મામલે થોડો નબળો લાગે છે, કારણ કે વિશ્વ બેંક મેનેજમેન્ટ આ વખતે મહિલા ઉમેદવારને આગળ વધારવા માટે ‘મજબૂત’ રીતે વિચારી રહ્યું છે. સામાન્ય રીતે વિશ્વ બેંકના પ્રમુખ તરીકે એવી વ્યક્તિને પસંદ કરવામાં આવે છે જે સંપૂર્ણપણે અમેરિકન હોય. આ એવું જ છે જેમ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના વડા તરીકે પરંપરાગત રીતે યુરોપિયનને જ પસંદ કરવામાં આવે છે. વિશ્વ બેંકમાં મોટાભાગના શેરો યુએસ સરકાર પાસે જ છે.