આફ્રિકન દેશ સુડાનમાં ફાટી નીકળેલા ગૃહ યુધ્ધે હવે દુનિયાને ચિંતામાં મુવા માંડી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યુ છે કે, સુડાનના ગૃહ યુધ્ધમાં સામેલ રેપિડ સપોર્ટ ફોર્સના સૈનિકો રાજધાની ખાર્ટુમમાં આવેલી નેશનલ પબ્લિક હેલ્થ લેબોરેટરી પર કબ્જો જમાવી ચુકયા છે. જેના કારણે બહુ મોટો બાયોલોજિકલ ખતરો ઉભો થયો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનુ કહેવુ છે કે, આ અર્ધ લશ્કરી દળોના સૈનિકો લેબોરેટરીના નિષ્ણાત કર્મચારીઓને અંદર પ્રવેશવા દઈ રહ્યા નથી અને લેબોરેટરીનુ વીજ જોડાણ પણ કપાઈ ગયુ છે. જેના કારણે આ લેબોરેટરીમાં બાયોલોજિકલ બોમ્બ બનવાનો ખતરો ઉભો થયો છે.
સુડાનમાં થોડા કલાકોના યુધ્ધ વિરામ બાદ ફરી હિંસા ફાટી નીકળી છે. આકાશમાં હવે ફાઈટર જેટ્સ પણ ઉડાન ભરતા જોવા મળી રહ્યા છે.દુનિયાભરના દેશો પોતાના નાગરિકોને હિંસાગ્રસ્ત સુડાનમાંથી કાઢવા માટેના અભિયાન ચલાવી રહ્યા છે.
સુડાનમાં લશ્કર અને અર્ધ લશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે ચાલી રહેલા વોરમાં હવે સુડાનની લેબોરેટરી પણ ચપેટમાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના જણાવ્યા અનુસાર લેબોરેટરીમાં ઘણી બીમારીઓના જૈવિક સેમ્પલ તેમજ બીજો બાયોલોજિકલ સામાન પડેલો છે.સુડાન સ્થિત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના પ્રતિનિધિ નિમા સઈદનુ કહેવુ છે કે, લેબોરેટરીમાં પોલિયો, ઓરી અને કોલેરાના આઈસોટોપ રાખેલા છે.લેબોરેટરીનુ વી જોડાણ પણ કપાયેલુ હોવાથી લેબોરેટરીનુ યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવુ મુશ્કેલ છે.
જો હિંસા પર ઉતરેલા બે જૂથો વચ્ચે લેબોરેટરીની અંદર અથડમણ થઈ તો આ લેબોરેટરી બાયોલોજિકલ બોમ્બમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે.
સુડાનમાં ચાલી રહેલા ગૃહ યુધ્ધના કારણે અહીંયા હવે ભોજન, પાણી, દવાઓ અને ફ્યુલની પણ અછત સર્જવા માંડી છે અને તેના કારણે જીવન જરુરિયાતની વસ્તુઓના ભાવમાં જંગી વધારો પણ થઈ રહ્યો છે.