યુધ્ધ વિરામ પૂરો થયા બાદ ઈઝરાયેલે ગાઝા પર ફરી હુમલા શરુ કરી દીધા છે અને ગાઝામાં મૃત્યુઆંક 15000ને પાર કરી ગયો છે.
યુધ્ધ શરુ થયા બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે.અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે શનિવારે કહ્યુ હતુ કે, ઈઝરાયેલ પોતાની રક્ષા કેવી રીતે કરી રહ્યુ છે તે મહત્વનુ છે પણ અમારુ માનવુ છે કે, આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓનુ સન્માન કરવુ જોઈએ.ગાઝામાં પેલેસ્ટાઈનના નિર્દોષ નાગરિકોના મોત થઈ રહ્યા છે.નાગરિકોની વેદના દેખાઈ રહી છે અને ગાઝાની જે વિનાશકારી તસવીરો સામે આવી રહી છે તે દિલ તોડનારી છે.અમારુ માનવુ છે કે, ઈઝરાયેલે ગાઝામાં નિર્દોષ લોકોની રક્ષા કરવા માટે વધારે પ્રયાસો કરવાની જરુર છે.
હેરિસે કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ બાઈડન અને હું ગાઝા અને વેસ્ટબેન્ક માટે ભવિષ્યનો રસ્તો શોધી રહ્યા છે.અમે પેલેસ્ટાઈનના લોકોને વિસ્થાપિત કરવામાં ના આવે, ગાઝામાં કોઈ ફરી કબ્જોના કરે, ગાઝાની ઘેરાબંધી ના થાય અને આતંકવાદના મંચ તરીકે ગાઝાનો ઉપયોગ ના થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, દુબઈમાં બીજા દેશના નેતાઓ સાથે પણ મારી વાતચીત થઈ છે અને તેનો સૂર એ છે કે, જ્યારે પણ આ યુધ્ધ પૂરુ થાય તે પછી ગાઝાનુ નિયંત્રણ હમાસના હાથમાં ના જાય.