મધ્યપ્રદેશના ભોપાલમાં એરફોર્સ ડે ની 91મી ઉજવણી પર દેશના સૌથી મોટા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એર શોમાં એરફોર્સના ફાઈટર પ્લેન કરતબ કરી રહ્યા છે. આ એર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો બોટ ક્લબ (બડા તળાવ) ખાતે પહોંચ્યા હતા.
#91stAnniversary of Indian Air Force @IAF_MCC
📸 Air Show by IAF's Surya Kiran Aerobatic Team at Bhopal, Madhya Pradesh.@DefenceMinIndia @rajnathsingh @MIB_India @PIB_India @PIBBhopal pic.twitter.com/CIdxzXeQm1
— All India Radio News (@airnewsalerts) September 30, 2023
દેશની વાયુ શક્તિનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું
ભોપાલમાં ચાલી રહેલા એર શો દરમિયાન રોમાંચક એરોબેટિક ડિસ્પ્લે સાતે દેશની વાયુ શક્તિનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ એરશોમાં એરફોર્સના 65 ફાઈટર પ્લેન ભાગ લઈ રહ્યા છે જેમાં મહિલા પાઈલટોએ પણ ભાગ લીધો છે. આગ્રા, ગ્વાલિયર અને ગાઝિયાબાદથી લોન્ચ કરવામાં આવેલા કેટલાક ફાઇટર પ્લેન ભોપાલના મોટા ક્લબ (બડા તળાવ) પર દિલધડક કરતબ બતાવી હતી. ખાસ કરીને તેજસ, આકાશ ગંગા, રૂદ્ર, બાદલ, શમશેર, ત્રિશુલ, સારંગ, જગુઆર અને સૂર્ય કિરણ ફાઈટર પ્લેનના કરતબે લોકોના દિલ જીતી લીધા હતા.
એર શોમાં ચિનૂક હેલિકોપ્ટરે પણ ભાગ લીધો હતો
આ એર શોમાં ચિનૂક હેલિકોપ્ટરે પણ ભાગ લીધો હતો જે લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ એર શો દ્વારા વાયુસેનાએ પોતાની લડાયક ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું છે. ખરાબ હવામાન હોવા છતાં એરફોર્સના પાઈલોટે હેરતઅંગેજ કરતબો બતાવી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે એરફોર્સ તેના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય દેશના વિવિધ શહેરોમાં એર શોનું આયોજન કરે છે, જેમાં ભાગ લેનાર લોકો એરફોર્સની શક્તિ જોઈને રોમાંચિત થાય છે. આ વખતે આ એરફોર્સનું આયોજન ભોપાલમાં કરવામાં આવ્યું છે.