હમાસ અને ઈઝરાયેલના યુધ્ધ વિરામ વચ્ચે ઈરાને ફરી ઈઝરાયેલ સામે ગાઝામાં થયેલા હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે.
ઈરાનાન સુપ્રીમ લીડરે આયતુલ્લાહ ખામેનીએ કહ્યુ છે કે, ગાઝામાં મોત વરસાવીને ઈઝરાયેલ બચી નહીં શકે. ગાઝામાં ફેંકેલા દરેક બોમ્બનો તેણે હિસાબ આપવો પડશે. તે બોમ્બમારો કરીને પોતાની જિદંગી ચુંકાવી રહ્યુ છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુધ્ધ વિરામના ભાગરૂપે ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈનના 150 કેદીઓને અને હમાસ દ્વારા બંધક બનાવાયેલા 50 લોકોને છોડવાનુ નક્કી કરાયુ છે. જેના પર બંને પક્ષોએ અમલ પણ શરૂ કરી દીધો છે.
સુપ્રીમ લીડરે સોશિયલ મીડિયા પર હિબ્રુ ભાષામાં પોસ્ટ મુકીને કહ્યુ છે કે, સાત ઓક્ટોબરે વેઠવી પડેલી આકરી હારનો બદલો ઈઝરાયેલ ગમે તેટલા બોમ્બ ફેંકીને પણ ભરપાઈ નહીં કરી શકે. ગાઝામાં તેણે છેડેલા યુધ્ધ માટે તેણે ક્યારેક ને ક્યારેક તો જવાબ આપવો જ પડશે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુધ્ધ બાદ ઈરાનનુ ઈઝરાયેલ સામે આક્રમક વલણ રહ્યુ છે. ઈરાને ઈઝરાયેલને અત્યાર સુધી સેંકડો ધમકીઓ આપી છે. ઈરાન દ્વારા હમાસને તમામ પ્રકારનુ સમર્તન પણ પુરૂ પાડવામાં આવ્યુ છે. યમનમાં ઈરાન સમર્થિત હૂતી જુથોએ પણ ઈઝરાયેલને પરેશાન કરવામાં બાકી રાખ્યુ નથી.