હાલમાં બેંકિંગ ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. હેકર્સ લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે એવી રીતો લઈને આવ્યા છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો છે. તેઓ નવી નવી પદ્ધતિઓ દ્વારા લોકોને છેતરી (Cyber Crime) રહ્યા છે. તમારા ફોન પર OTP મોકલીને તમારા બેંક ખાતાની વિગતોની ચોરી કરી રહ્યા છે. પેમેન્ટ કરવા માટે QR સ્કેન કરીને છેતરપિંડી થઈ રહી છે. બેંક અને RBI દ્વારા પણ ગ્રાહકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેથી જો કોઈ ઓનલાઈન છેતરપિંડી થાય તો તરત જ બેંકને તેની જાણ કરો.
એકાઉન્ટ હેક કરીને ખાતામાંથી ઉપાડી લે છે રૂપિયા
હવે એક નવી યુક્તિ દ્વારા સ્કેમર્સ ફ્રોડ કરી રહ્યા છે. ઠગ્સ પહેલા લોકોને UPI દ્વારા રૂપિયા મોકલે છે અને ત્યારબાદ જેમના ખાતામાં રૂપિયા મોકલ્યા છે તેને ફોન કરે છે કે, ભૂલથી તેમના દ્વારા નંબર પર રકમ મોકલવામાં આવી છે. તેઓ લોકોને ઈમોશનલ બનીને વિશ્વાસ કેળવે છે. ત્યારબાદ લોકો સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે. વ્યક્તિ તેમની વાતમાં ફસાઈને ફોન કરનારના નંબર પર રૂપિયા મોકલે છે, તો ઠગ તેનું એકાઉન્ટ હેક કરીને રૂપિયા ખાતામાંથી ઉપાડી લે છે.