‘જાની દુશ્મન’, ‘નાગિન’ જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા પીઢ ફિલ્મ નિર્માતા રાજકુમાર કોહલીનું આજે સવારે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રાજકુમાર કોહલી 1963 થી ફિલ્મજગત સાથે સંકળાયેલા હતા.
Veteran film director Raj Kumar Kohli passed away in Mumbai today. He was 93 years old.
— ANI (@ANI) November 24, 2023
આજે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
પરિવારના સૂત્રો અનુસાર, આજે સવારે લગભગ 8 વાગ્યે રાજકુમાર કોહલી નહાવા માટે બાથરૂમમાં ગયા હતા. પરંતુ તે લાંબા સમય સુધી બહાર ન આવ્યા ત્યારપછી પુત્ર અરમાન કોહલીએ બાથરૂમનો દરવાજો તોડી અને પિતાને બહાર કાઢ્યા હતા. તરત જ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત એક બંગલામાં બની હતી. વધુમાં જાણવા મળ્યું કે, રાજકુમાર કોહલીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. રાજકુમાર કોહલીના અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવશે.