ભારતીય મૂળના વ્યક્તિઓ વિશ્વમાં ઘણી મોટી મોટી ટેક કંપનીના પ્રમુખ પદ પર નિયુક્ત થયેલા છે અને સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિભામાં વધારો કરે છે. એવામાં વધુ એક ભારતીય મૂળના વ્યક્તિ વૈભવ તનેજાને ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કે મોટી જવાબદારી સોપી છે. ભારતીય મૂળના વૈભવ તનેજાને ટેસ્લાના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) બનાવવામાં આવ્યા છે.
Indian-origin Vaibhav Taneja becomes new Tesla Chief Financial Officer
Read @ANI Story | https://t.co/ry3YogXnPu#VaibhavTaneja #Tesla #CFO #ElonMusk pic.twitter.com/98j1stDh6F
— ANI Digital (@ani_digital) August 7, 2023
કોણ છે વૈભવ તનેજા
કંપનીના અગાઉના ફાયનાન્સ ચીફ ઝાચેરી કિર્કહોર્ન પદ છોડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. તનેજાની ઉંમર 45 વર્ષની છે. તેઓ કિર્કહોર્ન કંપનીના ચીફ એકાઉન્ટિંગ ઓફિસર (CAO) તરીકે પણ સેવા આપવાનું ચાલુ રાખશે. ઈલોન મસ્કની આગેવાની હેઠળની કંપની સાથે કિર્કહોર્નના 13 વર્ષના કાર્યકાળને કંપનીએ જબરદસ્ત વૃદ્ધિનો સમયગાળો ગણાવ્યો હતો. વૈભવ તનેજા માર્ચ 2019 થી ટેસ્લાના CAO તરીકે અને મે 2018 થી કોર્પોરેટ કંટ્રોલર તરીકે કામ કરી રહ્યા છે. તેણે અગાઉ પ્રાઇસવોટરહાઉસ કૂપર્સમાં પણ કામ કર્યું છે.
મસ્ક ભારતની મુલાકાત લેશે
ટેસ્લા નજીકના ભવિષ્યમાં દેશમાં તેના ઓટો પાર્ટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રેન્જ લાવવા માટે ભારત સરકારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે. મસ્કે જૂનમાં યુએસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે ભારત આવશે.