ગૂગલની ઈ-મેઈલ સર્વિસ, G-mail દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લીકેશનમાંથી એક છે. ત્યારે હવે G-mail માંથી જુના ઈ-મેઈલ ડીલીટ કરવા હવે સરળ બની ગયા છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે હવે ટેક દિગ્ગજ ગૂગલે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. જેની મદદથી ખુબ સરળતાથી જુના અને બિનજરૂરી મેઈલ ડીલીટ કરી શકાય છે. Gmail Andriod App ના લેટેસ્ટ વર્ઝનમાં યુઝર્સ એક સાથે 50 મેઈલ્સ સિંગલ ક્લિકથી સિલેક્ટ કરીને ડીલીટ કરી શકે છે.
સૌથી પહેલા 9to5Google ના એક રીપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. Gmail એન્ડ્રોઇડ વર્ઝન 2023.08.20.561750975 માં આ નવું ફીચર ઉપલબ્ધ છે. એક રીપોર્ટ અનુસાર સેમસંગ ગેલેક્સી અને ગૂગલ પીક્સલ સ્માર્ટફોન પર આ ફીચર ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં સિલેક્ટ ઓલ ફીચર અન્ય ઘણા ડિવાઈસ પણ જોવા મળશે.
Gmail થી એકસાથે થશે 50 મેઈલ્સ ડીલીટ
કંપનીએ આ ફીચરને ‘select all’ નામ આપ્યું છે. જેના દ્વારા એન્ડ્રોઇડ એપમાં એકસાથે 50 મેઈલને ટીકમાર્ક કરી શકાય છે. યુઝર્સ તેમની જરૂરિયાત પ્રમાણે કોઈપણ ઈ-મેઈલને અનચેક પણ કરી શકે છે. એક મહત્વની બાબત એ પણ છે કે આ ફીચર થોડા સમય પહેલા જ ડેસ્કટોપ વર્ઝન પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. જયારે હવે અંતે આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ આવી ગયું છે
ફ્રી સ્ટોરેજ પર નિર્ભર લોકો માટે ઉપયોગી
ગૂગલ એકાઉન્ટમાં મળતી ફ્રી સ્ટોરેજ પર નિર્ભર લોકો માટે આ ફીચર ખુબ જ ઉપયોગી છે. તેમાં પણ ફોટો અને વિડીયો અટેચમેન્ટ ધરાવતા ઈ-મેઈલમાં આ સ્ટોરેજને વધુ પ્રમાણમાં વાપરે છે. તેમાં પણ જયારે Gmail ની સ્ટોરેજ ફૂલ થઇ જાય છે ત્યારે નવા ઈ-મેઈલ મળતા બંધ થઇ જાય છે. આ ફીચારના કારણે જુના ઈ-મેઈલને સરળતાથી ડીલીટ કરીને સ્ટોરેજને ઝડપથી ફ્રી કરી શકાય છે.
ગૂગલ દ્વારા હાલમાં જ Google Photos પર મળતી અનલિમિટેડ સ્ટોરેજને બંધ કરવામાં આવી છે. જેના કારણે Google Photos માં ફોટોઝ અને વિડિયોનું બેકઅપ લેનારા યુઝર્સના 15GB સ્ટોરેજ લીમીટ ખુબ જલ્દી પૂરી થઇ જાય છે.