વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગ રૂમમાં ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેની તસ્વીર સામે આવી છે. પીએમ મોદી ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને મળ્યા અને ખેલાડીઓને આશ્વાસન આપ્યુ હતુ.
ટીમ ઈન્ડ઼િયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમના ડ્રેસિંગ રૂમમાં આવવાની તસ્વીર શેર કરી છે. તેમણે લખ્યુ છે કે અમારી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ઘણી સારી રહી પરંતુ અમે ફાઈનલમાં હારી ગયા. જેનું અમને ઘણું દુ:ખ છે. પરંતુ અમારા દેશવાસીઓનું સમર્થન અમને આગળ વધારી રહ્યુ છે. પીએમ મોદી ડ્રેસિંગ રૂમમાં આવ્યા આ મુલાકાત ઘણી ખાસ અને પ્રેરણાદાયી હતી.
Dear Team India,
Your talent and determination through the World Cup was noteworthy. You've played with great spirit and brought immense pride to the nation.
We stand with you today and always.
— Narendra Modi (@narendramodi) November 19, 2023
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ જોવા માટે અનેક મોટી હસ્તીઓ આવી હતી. પીએમ મોદી પણ બીજી ઈનિંગ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ અને વિરાટ કોહલી ભાવુક થયા હોય તેવી તસ્વીરો સામે આવી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની વન ડે વિશ્વકપની ફાઈનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. કાંગારુઓએ ભારતને છ વિકેટથી હરાવ્યુ છે આ હાર બાદ ટીમ ઈન્ડિયા ડ્રેસિંગ રૂમમાં ગઈ હતી. અને તેમના ભાવુક થવાની તસ્વીરો પણ સામે આવી હતી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ બાદ પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચાર્ડ માર્લ્સે ટ્રોફી એનાયત કરી હતી. પીએમ મોદીએ સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન પાઠવ્યા હતા.