ગુજરાત સરકાર દ્રારા અધિકારીઓની ફરજોમાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે.જેના અનુસંધાને ૧૯૮૧થી રાજયમાં અને કેન્દ્રમાં ફરજ બજાવતા અને હાલના સમયમાં CM ભૂપેન્દ્ર પટેલના સલાહકારને ગુજરાત આલ્કલિઝ એન્ડ કેમિકલ લિમિટેડ(જીસીએલ) ,વડોદરાના ચેરમેન અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
નિવૃત IAS ડો.રાજીવકુમાર ગુપ્તા ગુજરાત ઇન્સટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડાયરેકટર જનરલ તરીકેની ફરજ બજાવશે.અને ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોપોરેશનના ચેરમેન અને બોડઁ ઓફ ડિરેકટર પદે નિમણૂક થઇ.મળતી માહિતી પ્રમાણે રાજયના નિવૃત આઇએએસ ઓફિસર અને પૂર્વ ચીફ સેક્રેટરી પંકજકુમારનું પોસ્ટીંગ કરવામાં આવે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે.