વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં એકતા ઓડિટોરિયમ ખાતે વિવિધ MoU હસ્તાક્ષર કરી જિલ્લામાં રોકાણ અંગેની તત્પરતા દર્શાવાશે. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેમ વ્યુ પોઈન્ટ ખાતે બે દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા એક્ઝિબિશન
સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે.
વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા એક્ઝિબિશનમાં ઉદ્યોગ, બેન્કીંગ તેમજ એક્સપોર્ટ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવશે. વાઇબ્રન્ટ સમિટની સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી- ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે વિવિધ એક્ઝિબિશન સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક પ્રોત્સાહન યોજનાઓ, સ્ટાર્ટઅપ સેમીનાર, ક્રેડીટ લીંક સેમિનાર, એક્સપોર્ટ અંગેનું માર્ગદર્શન, વિશ્વકર્મા યોજનાની માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવશે.
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવસીઓમાં આકર્ષણનું કેન્દ્ર ની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જેની ઉંચાઈ 182 મીટર છે. આ પ્રતિમા ભારતના ગુજરાત રાજ્યમાં કેવડિયા નજીક આવેલી છે. ભારતીય સ્વતંત્રતા સેનાની અને આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા તેમના સ્વભાવની દ્રઢ મક્કમતા અને ઉચ્ચ વિચારોને રજૂ કરે છે.
વધુમાં MSME સેક્ટરના ઔદ્યોગિક એકમો, બેન્કમેળા, ZED રજીસ્ટ્રેશન એક્ઝીબીશન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડીઆરડીએ, મિલેટ્સ, લીડ બેન્ક, સખી મંડળો, આંગણવાડી, આરોગ્ય, ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા રોજગાર કચેરી, વીજ કંપની સહિતના વિવિધ સ્ટોલ બનાવી રાજ્ય સરકારની વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી રજૂ કરાશે.