ચાર ધામ યાત્રા કરતા મુસાફીરોની સંખ્યા દર વર્ષ એક નવો રેકોર્ડ બનાવે છે. તેમનો ઉત્સાહ દર વર્ષએ વધતો જ જાય છે. ચાર ધામ યાત્રામાં યાત્રિકોનું સૌથી વધુ મનગમતું સ્થળ કેદારનાથ છે.આ વર્ષ કેદારનાથના દ્રાર ૨૫મી એપ્રિલએ ખોલવામાં આવ્યા હતાં. અને ૨૭મી એપ્રિલએ બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતાં. આ વર્ષ માત્ર બે મહિનામાં ૩૦ લાખ લોકો ચાર ધામની મુલાકાતએ આવ્યા છે. તેમજ હાલના સમયમાં પણ ૪૮ લાખ લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.
ચાર ધામ યાત્રામાં અત્યાર સુધીમાં કેદારનાથ- ૧૦,૧૭,૧૯૫ ,ગંગોત્રી- ૫,૩૫,૩૨૭ , યમુનોત્રી- ૪, ૬૫,૨૭૫, બદ્રીનાથ- ૮,૯૮,૨૨૧ , હેમકુંડ સાહિબ- ૮૮,૪૫૫ યાત્રિકો ચાર ધામની મુલાકાતએ આવ્યા છે.સરકારને અપેક્ષા છે કે આ વર્ષ મુલાકાતિઓનો આંકડો ૫૦ લાખ સુધી પહોચી જશે.