આવુ જ કંઇક બન્યુ છે,ઇટાલીના Paleontological Archaeological Group ના પુરાતત્વવિદની સાથે..જેમને એક જગ્યાએથી પસાર થતી વખતે જુના સિક્કા મળી આવ્યા હતા.
Gruppo Archeologico Paleontologico Livornese ના ફેસબુક પેજ પર શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, પુરાતત્વવિદોને સિક્કા મળી આવ્યા બાદ ‘સુપ્રિટેન્ડેન્ટ’નો સંપર્ક કર્યો અને મળેલા સિક્કાઓની તસવીરો મોકલી હતી. આ દરમિયાન, જ્યાં સુધી તેને લગભગ તમામ સિક્કા ન મળ્યા ત્યાં સુધી તે તપાસ માટે ત્યાં જ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેમને ઘણા પ્રાચીન સિક્કા મળ્યા, જે ખૂબ જ કિંમતી છે.
આ પોસ્ટ 14 એપ્રિલના રોજ ફેસબુક પર શેર કરવામાં આવી હતી. આ પોસ્ટને જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે,, ‘આ સિક્કાની કિંમત કેટલી છે અને શું શોધનારને કોઈ ઈનામ મળ્યું?’