અમેરિકામાં 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની તૈયારીઓ થઈ રહી છે. તે પહેલા સામે આવેલા સરવેના આંકડા જણાવે છે કે આગામી ચૂંટણીમાં મોટાભાગના અમેરિકી ડેમોક્રેટિક જો બાઈડેન અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બંનેને આ ટોચના પદે જોવા નથી માગતા. તેના અનેક કારણો છે. જોકે એક અન્ય સરવેમાં અમેરિકાના નાગરિકો આ બંનેની જ તરફેણ કરતાં દેખાઈ રહ્યા છે.
રુટર્સ અને ઈપ્સોસ તરફથી તાજેતરમાં હાથ ધરાયેલા એક સરવેમાં સામેલ બે તૃતીયાંશ ભાગના લોકો બાઈડેન અને ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવા નથી માગતા. તેના માટે લોકો બાઈડેનની વધતી વય, ટ્રમ્પનો વિવાદિત કાર્યકાળ જેવા મુદ્દાઓને કારણ માને છે. પોતાની જ પાર્ટી 44 ટકા ડેમોક્રેટિક માને છે કે 80 વર્ષીય બાઈડેનને બીજી વખત રાષ્ટ્રપતિ બનાવવાના પ્રયાસો ન કરવા જોઈએ. જ્યારે 34 ટકા રિપબ્લિકન માને છે કે ટ્રમ્પે ફરીવાર ચૂંટણી ન લડવી જોઈએ.
61 ટકા ડેમોક્રેટ્સ માને છે કે સરકારમાં કામ કરવા માટે બાઈડેન ખૂબ જ ઘરડાં છે. જોકે ફક્ત 35 ટકા લોકો માને છે કે ટ્રમ્પ વૃદ્ધ છે. પૂર્વ રાષ્ટ્રપતિની વય 76 ટકા છે. એક અહેવાલ અનુસાર 88 ટકા ડેમોક્રેટિક નક્કી કે કદાચ બાઈડેનને જ પસંદ કરશે. 83 ટકા તેમના કામથી ખુશ છે. આશરે 46 ટકા રિપબ્લિકનનું માનવું છે કે તે ટ્રમ્પને તેમની પ્રથમ પસંદગી તરીકે ચૂંટશે.