ગરમીની સિઝનમાં લોકો વિદેશનો પ્રવાસ કરવાની ઈચ્છા કરતા હોય છે, પરંતુ પાસપોર્ટ વિઝાની મગજમારીના કારણે વિદેશ જઈ શકતા નથી. તો ક્યારેક પુરી માહિતી ન હોવાથી લોકો ટ્રાય કરતા નથી. પરંતુ આજે તમને અમે એવા દેશોની વાત કરીએ છીએ કે જ્યા તમારે કોઈ પાસપોર્ટ વિઝાની જરુર નહી પડે. અને ભારતીયોને ખાસ સુવિધા મળે છે. જેમા કેટલાક એવા દેશો છે કે જ્યા પાસપોર્ટની જરુર નહી પડે, પરંતુ વિઝાની જરુર બિલકુલ નહી પડે. અને કાગળોની પુર્તિ કરવાની પણ ઝંઝટ નહી રહે.
ભૂતાન
ખૂબસરત પહાડો અને કુદરતી સૌંદર્ય માણવા ભૂતાન સૌથી સુંદર જગ્યામાંની એક ગણવામાં આવે છે. અહી વિઝા કે પાસપોર્ટની કોઈ જરુર નથી. તમે સડક અને હવાઈ માર્ગે જઈ શકો છો.અહી માત્ર તમારુ વોટર આઈડી દેખાડીને કામ ચલાવી શકો છો.
નેપાળ
ભૂતાનની જેમ તેના પડોશી દેશ નેપાળમાં પણ વિઝા પાસપોર્ટની જરુર નથી. અહી પણ તમે સડક માર્ગે, ટ્રેન અથવા હવાઈ માર્ગે જઈ શકે છે. અહી પણ માત્ર તમારુ એક પ્રમાણપત્ર બતાવી જઈ શકો છો એટલે કે તેનાથી ખબર પડે કે તમે ભારતીય છો.
મોરીશસ
અહી જવા માટે તમારે પોસપોર્ટ તો જરુરી છે પરંતુ વિઝાની જરુરીયાત રહેશે. આ ઉપરાંત વિઝા વગર પણ તમે મોરિશસમાં વધુમાં વધુ 90 દિવસ સુધી રહી શકો છો. અહી ખૂબ જ સુંદર ટુરિસ્ટ પ્લેસ આવેલા છે. અને દર વર્ષે સાત લાખ લોકો ફરવા આવે છે.
કેરેબિયન
કેરેબિયન દ્વીપ પર આવેલા સુંદર દેશમાં જવા માટે વિઝા લેવાની જરુર નથી. અહી પણ તમે વધુમાં વધુ 90 દિવસ સુધી રહી શકો છો. અહી ખૂબ જ સુંદર ટુરિસ્ટ પ્લેસ આવેલા છે. ભારતીયો માટે સરકારે અહી સુંદર વ્યવસ્થા કરેલી છે.
ઈન્ડોનેશિયા
જો તમે થોડા વધુ પૈસા ખર્ચી શકો છો તો ઈન્ડોનેશિયા એક ખુબસરત ડેસ્ટિનેશન છે. અહી જવા માટે વિઝાની જરુર નથી. માત્ર પાસપોર્ટ દેખાડવાથી તામ ચાલી જશે. પરંતુ અહી વધારે સમય રોકાવાની જરુર હોય તો વિઝા લેવાની જરુર પડશે.
એક ખાસ વાત જો તમે ભારતીય છો તો તમે 58 દેશોમાં તમારે પાસપોર્ટની જરુર પડશે. પરંતુ વિઝાની જરુર નહી પડે. જેમા માલદીવ, શ્રીલંકા, થાઈલેન્ડ, મકાઉ, કંબોડિયા, કેન્યા, મ્યાંમાર, કતર, યુગાન્ડા, ઈરાન, સેશેલ્સ અને જિમ્બાબ્વે જેવા ખૂબસુરત દેશ ફરી શકો છો.