ઉત્તર કોરિયાના યુવાઓને ફરમાન કરવામાં આવ્યુ છે કે, તેઓ કિમ જોંગને હવે આદરણીય પિતા કહીને બોલાવશે. અંદર ખાને આ પ્રકારના આદેશનો વિરોધ પણ થઈ રહયો છે. યુવાઓનુ કહેવુ છે કે, કિમ જોંગ એટલા સન્માનિય નથી કે તેમને પિતા કહીને બોલાવવા પડે. જોકે ઉત્તર કોરિયામાં આ પ્રથા નવી નથી. આ પહેલા કિમ જોંગના પિતા અને દાદાને પણ પ્રજા આદરણિય પિતા કહીને સંબોધન કરતી હતી.
રેડિયો ચેનલના અહેવાલ અનુસાર 38 વર્ષના કિમ જોંગ પણ હવે પિતા અને દાદાના રસ્તે જઈ રહ્યા છે. 14 થી 35 વર્ષની વચ્ચેના યુવાઓને કહેવાયુ છે કે, તમારે હવે કિમ જોંગને આદરણીય પિતા કહીને બોલાવવાના છે. જોકે ઘણા લોકોને 38 વર્ષના વ્યક્તિને કેવી રીતે પિતા તરીકે સંબોધન કરી શકાય તે વાત સમજાતી નથી. ઘણા લોકોનુ માનવુ છે કે ,કિમ જોંગ વયમાં નાના છે ત્યારે તેમને પિતા કહીને બોલાવવુ યોગ્ય નથી.
આ પહેલા કિમના દાદા અને ઉત્તર કોરિયાના સ્થાપક કિમ જોંગ ઈલ સુંગે 1976માં 55 વર્ષની વયે આ સંબોધનનો ઉપયોગ શરુ કર્યો હતો. જોકે તે વખતે નાની વયના બાળકો તેમને દાદાજી કહેતા હતા. એ પછી કિમના પિતાએ 2011માં પોતાને પિતા કહેવડાવવાની પરંપરા શરુ કરાવી હતી . તે વખતે તેમની વય 53 વર્ષની હતી. આ જ વર્ષે તેમનુ અવસાન થયુ હતુ.
હવે ઉત્તર કોરિયાનુ મીડિયા કિમ જોંગનો પિતા તરીકે પ્રચાર પ્રસાર કરી રહ્યુ છે. ઉત્તર કોરિયાનુ મીડિયા કહી રહ્યુ છે કે, કિમ જોંગ એક નિડર દેશભક્ત અને જોશીલા નેતા છે. તેમણે ઉત્તર કોરિયાની તાકાત અને સન્માનનો દુનિયામાં પ્રચાર પ્રસાર કર્યો છે. હવે તેમને પિતા તરીકે સંબોધિત કરવામાં આવશે.