આમ હવે આ ભારતીયો ઈરાનની કેદમાં ફસાયા છે. આ ટેન્કર પર કબ્જો જમાવવા માટે ઈરાનની નૌ સેનાએ હેલિકોપ્ટર થકી પોતાના કમાન્ડોને ઓઈલ ટેન્કર પર ઉતાર્યા હતા.
આ ટેન્કર પાછુ ચીનની કપંનીની માલિકીનુ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ન્યુક્લીયર પ્રોગ્રામને આગળ વધારવાને લઈને સર્જાયેલા તણાવ વચ્ચે આ ઘટના બની છે. ટેન્કરના મેનેજમેન્ટે કહ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય વિવાદોના આધારે હવે ઈરાનની નૌસેનાએ ટેન્કરને ઈરાનના પોર્ટ તરફ જવાની ફરજ પાડી છે.
બીજી તરફ ભારત તરફથી આ મુદ્દે હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. અમેરિકાએ ઈરાનની નૌ સેના દ્વારા ટેન્કર જપ્ત કરવાની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. અમેરિકાનુ કહેવુ છે કે, બે વર્ષ દરમિયાન ઈરાને અમેરિકા જઈ રહેલા પાંચ વેપારી જહાજો જપ્ત કર્યા છે.
આ મામલાના વિડિયો ફૂટેજ પણ રિલિઝ કરવામાં આવ્યા છે. જેમાં ઈરાનના કમાન્ડો હેલિકોપ્ટરમાંથી દોરડાના સહારે ટેન્કર પર ઉતરી રહ્યા છે.