Skip to content
Tuesday, October 27, 2026 Ahmedabad 36°C

ગૃહ મંત્રાલયની કાર્યવાહી: ભ્રષ્ટાચારના આરોપમાં NIA અધિકારી વિશાલ ગર્ગ સસ્પેન્ડ

ગૃહ મંત્રાલયની કાર્યવાહી: ભ્રષ્ટાચારના આરોપમાં NIA અધિકારી વિશાલ ગર્ગ સસ્પેન્ડ

ગૃહ મંત્રાલયે આજે NIAના અધિકારી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. મંત્રાલયે ભ્રષ્ટાચારના આરોપમાં NIA અધિકારી વિશાલ ગર્ગને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ તેમના કાર્યાલને શીલ કરી દીધુ છે.

આ મામલે કાર્યવાહી કરતા NIAએ તપાસ ટીમની રચના કરી છે. બે વર્ષ પહેલા વિશાલ ગર્ગ પર હાફિઝ સઈદ સાથે જોડાયેલા ફંડિંગ કેસમાં દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી 2 કરોડ રૂપિયા લેવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ NIA દ્વારા તપાસ બાદ વિશાલ ગર્ગ સહિત બે લોકોને ક્લીનચીટ મળી હતી. અગાઉ વિશાલ ગર્ગની એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના હેડક્વાર્ટરમાં એસપી ટ્રેનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ સસ્પેન્શન હાફિદ સઈદ સાથે જોડાયેલા કેસમાં જ થયું છે.

વર્ષ 2019માં દિલ્હીના એક વેપારીએ NIAના ત્રણ અધિકારીઓ પર બ્લેકમેલિંગનો આરોપ લગાવ્યો હતો. વેપારીએ દાવો કર્યો હતો કે, અધિકારીઓએ ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન સાથે સંબંધિત આતંકવાદી કેસમાં તેનું નામ ન લેવા બદલ 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. હાફિઝ સઈદ પાકિસ્તાન સ્થિત ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન ચલાવે છે. NIAએ જુલાઈ 2018માં આ મામલે કેસ દાખલ કર્યો હતો.

આ મામલાની તપાસ માટે ડીઆઈજી રેન્કના અધિકારીની આગેવાની હેઠળની આંતરિક તપાસ ટીમ દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપવામાં આવ્યો હતો.

Filed under India

Share this story

Latest News

Explore States

News from every corner of India.