Skip to content
Monday, November 23, 2026 Ahmedabad 32°C

અભિનેત્રી સોનાક્ષી સિન્હાની અપકમિંગ વેબ સિરીઝ ‘દહાડ’ નું ટીઝર રિલીઝ

અભિનેત્રી સોનાક્ષી સિન્હાની અપકમિંગ વેબ સિરીઝ ‘દહાડ’ નું ટીઝર રિલીઝ

સોનાક્ષી સિન્હા બોલીવુડની ટેલેન્ટેડ એક્ટ્રેસમાંની એક છે. સલમાન ખાન સાથે પોતાની ડેબ્યૂ ફિલ્મ દબંગથી લઈને અત્યાર સુધીમાં સોનાક્ષી સિન્હાએ દરેક વખતે પોતાની દમદાર એક્ટિંગથી લોકોના દિલ જીત્યા છે. હવે સોનાક્ષી ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. એક્ટ્રેસ દહાડમાં એક અનોખા અવતારમાં જોવા મળશે. સોનાક્ષી સિન્હાની આ અપકમિંગ સિરીઝનું જોરદાર ટીઝર પણ રિલીઝ થઈ ગયુ છે.

પ્રાઈમ વીડિયોએ પોતાની અપકમિંગ વેબ સિરીઝ દહાડનું દમદાર ટીઝર શેર કર્યું છે. ક્રાઈમ ડ્રામા શો 8 પાર્ટ્સમાં છે. ટીઝરની શરૂઆત 27 મહિલાઓના મર્ડર મિસ્ટ્રીથી થાય છે. આ હત્યાઓની કોઈએ ફરિયાદ નોંધાવી નથી અને કોઈ સાક્ષી પણ નથી. તેમ છતાં પોલીસની વર્દી પહેરેલી સોનાક્ષી સિન્હા જોવા મળે છે. સિરીઝમાં લેડી કોપ અંજલિ ભાટિયા એટલે કે સોનાક્ષી સિન્હા આ 27 મહિલાઓના મોતનું રહસ્ય ઉકેલવાની જવાબદારી લે છે.

રીમા કાગતી અને જોયા અખ્તરના જોઈન્ટ સહયોગથી દહાડ બની છે. દહાડમાં સોનાક્ષી સિન્હા સિવાય વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ સહિત અમુક કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. એમેઝોન પ્રાઈમ વીડિયોએ દહાડનું ટીઝર પોતાના સત્તાકીય ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા તેના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. પોસ્ટમાં લખ્યુ છે, સૌથી ખરાબ સમયમાં, એક મહિલા ઉઠશે. પ્રાઈમ પર ‘દહાડ’ ટ્રેલર 3 મે એ થશે રિલીઝ.”

Filed under Entertainment

Share this story

Latest News

Other States

News from every corner of India.