Skip to content
Thursday, November 5, 2026 Ahmedabad 35°C

BCCIએ મહિલા ક્રિકેટરો માટેની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ કરી જાહેર, ગ્રેડ Aમાં કેપ્ટન સહિત ત્રણ ખેલાડીઓ

BCCIએ મહિલા ક્રિકેટરો માટેની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ કરી જાહેર, ગ્રેડ Aમાં કેપ્ટન સહિત ત્રણ ખેલાડીઓ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા ક્રિકેટરોની નવી કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરવામાં આવી છે.  BCCIએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 17 ખેલાડીઓને જગ્યા આપી છે. કેપ્ટન હરમનપ્રીત સિવાય બીસીસીઆઈએ ગ્રેડ Aમાં માત્ર બે જ ખેલાડીઓને સ્થાન આપ્યું છે. સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા અન્ય બે ખેલાડીઓનો  ગ્રેડ Aમાં સ્થાન મળ્યું છે.

ગ્રેડ Aમાં ફક્ત ત્રણ મહિલાઓને જ મળ્યું સ્થાન

મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને BCCIએ ત્રણ કેટેગરીમાં વહેંચી છે. ત્રણ ખેલાડીઓને A ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. ગ્રેડ Aમાં સ્થાન મેળવનાર ત્રણ ખેલાડીઓને BCCI તરફથી વાર્ષિક 50 લાખ રૂપિયાની રકમ મળશે. સાથે જ 5 મહિલા ખેલાડીઓને B ગ્રેડમાં સ્થાન મળ્યું છે. આ શ્રેણીના ખેલાડીઓને BCCI દ્વારા વાર્ષિક 30 લાખ રૂપિયા આપવામાં આવે છે. ગ્રેડ સીમાં મહત્તમ 10 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ યાદીમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક 10 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે.

મહિલા ક્રિકેટરોની નવી કોન્ટ્રાક્ટ યાદી

ગ્રેડ A – હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા

ગ્રેડ B – રેણુકા ઠાકુર, શેફાલી વર્મા, રિચા ઘોષ, રાજશ્વરી ગાયકવાડ, જેમિમા રોડ્રિગ્સ

ગ્રેડ C – મેગના સિંહ, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાણી, પૂજા વસ્ત્રાકર, સાભિનેની મેઘના, સ્નેહ રાણા, રાધા યાદવ, હરલીન દેઓલ, યેસિકા ભાટિયા

Filed under Cricket

Share this story

Latest News

Other States

News from every corner of India.