Skip to content
Thursday, November 5, 2026

IPL 2023માં આજે લખનઉ અને બેંગ્લોર વચ્ચે રમાશે મેચ, બેંગ્લોર હારનો બદલો લેવા ઉતરશે મેદાન પર

IPL 2023માં આજે લખનઉ અને બેંગ્લોર વચ્ચે રમાશે મેચ, બેંગ્લોર હારનો બદલો લેવા ઉતરશે મેદાન પર

IPL 2023માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. આ મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 બગ્યે શરુ થશે. લખનઉ સુપર જાયન્ટ્સ આ સિઝનમાં પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા જયારે રોયલ ચેલેન્જેર્સ બેંગ્લોર પાંચમા સ્થાને છે. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની કમાન કેએલ રાહુલના હાથમાં હશે જ્યારે બેંગ્લોર ટીમની કમાન ફાફ ડુ પ્લેસિસ સંભાળશે. પંજાબ કિંગ્સ સામે જીત્યા બાદ લખનઉ જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. જયારે બેંગ્લોર આ સિઝનની પ્રથમ મેચમાં લખનઉ સામે મળેલી હારનો બદલો લેવા માંગશે.

લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPLમાં અત્યાર સુધી માત્ર 3 મેચ રમાઈ છે. જેમાં બેંગ્લોરે બે જ્યારે લખનઉએ એકમાં જીત હાંસલ કરી હતી. આ સિઝનમાં 10 એપ્રિલે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનઉએ માત્ર 1 વિકેટથી વિજય મેળવ્યો હતો.

ઈકાના સ્ટેડિયમની પીચ ફાસ્ટ બોલર્સ માટે અનુકુળ માનવામાં આવે છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમને જીત મળવાની શક્યતા વધુ હોય છે. આ મેદાન પર જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ પીચ ધીમી થતી જાય છે, જેના કારણે સ્પિનરોને અહીં ટર્ન અને બાઉન્સ મળે છે.

લખનઉ સુપર જાયન્ટ્સ

કેએલ રાહુલ (c), નિકોલસ પૂરન (wkt), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, યશ ઠાકુર, અમિત મિશ્રા, જયદેવ ઉનડકટ, મનન વોહરા , માર્ક વૂડ , ક્વિન્ટન ડી કોક , કૃષ્ણપ્પા ગૌથમ , સ્વપ્નિલ સિંહ , પ્રેરક માંકડ , ડેનિયલ સેમ્સ , રોમારિયો શેફર્ડ , અર્પિત ગુલેરિયા , યુદ્ધવીર સિંહ ચરક , કરણ શર્મા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ફાફ ડુ પ્લેસિસ (c), વિરાટ કોહલી, દિનેશ કાર્તિક (wk), શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમર, સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરાંગા, ડેવિડ વિલી, વિજયકુમાર વૈશક, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, કર્ણ શર્મા, ફિન એલન, અનુજ રાવત, માઈકલ બ્રેસવેલ, સિદ્ધાર્થ કૌલ, સોનુ યાદવ, મનોજ ભંડાગે, વેન પાર્નેલ, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા

Filed under Cricket

Share this story

Latest News

Other States

News from every corner of India.