Skip to content
Tuesday, October 27, 2026 Ahmedabad 35°C

ઈલોન મસ્કે ટ્વિટરના નવા CEO તરીકેની જવાબદારી લિન્ડા યાકારિનોને સોંપી.

ઈલોન મસ્કે ટ્વિટરના નવા CEO તરીકેની જવાબદારી લિન્ડા યાકારિનોને સોંપી.

મસ્કે શુક્રવારે સાંજે ટ્વિટ કર્યું હતું કે હું ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિન્ડા યાકારિનોનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છું. તે મુખ્યત્વે વ્યવસાયિક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યારે હું પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીશ. આ પ્લેટફોર્મને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તમારી સાથે કામ કરવા માટે આતુર છું.

મસ્કે ગયા વર્ષે જ ટ્વિટર ખરીદી હતી

મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. આ પછી તેમણે સીઈઓ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવ્યો. કંપની ત્યારથી નવા CEOની શોધમાં વ્યસ્ત હતી. અહેવાલ મુજબ, ટ્વિટરના સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, મસ્કે ડિસેમ્બરમાં કહ્યું હતું કે નવી વ્યક્તિ મળતા જ તેઓ સીઈઓનું પદ છોડી દેશે. ત્યારબાદ તે ટ્વિટરના સોફ્ટવેર અને સર્વર ટીમને ચલાવશે.

જાણો કોણ છે લિન્ડા યાકારિનો

લિન્ડાની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે 2011 થી NBC યુનિવર્સલ સાથે છે. તે હાલમાં ગ્લોબલ એડવર્ટાઈઝીંગ અને પાર્ટનરશીપના ચેરપર્સન તરીકે સેવા આપે છે. આ પહેલા તે કંપનીના કેબલ એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ એડવર્ટાઈઝીંગ સેલ્સ વિભાગમાં કામ કરતી હતી. લિન્ડાએ ટર્નરમાં 19 વર્ષ સુધી કામ કર્યું. ત્યાં તે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ/સીઓઓ એડવર્ટાઇઝિંગ સેલ્સ, માર્કેટિંગ અને એક્વિઝિશન હતી. તે પેન સ્ટેટ યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી. અહીં તેમણે લિબરલ આર્ટ્સ અને કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો.લિંડાએ તેમના મિત્રોને કહ્યું હતું કે તે ટ્વિટરની સીઈઓ બનવા માંગે છે. તે મસ્કની સમર્થક છે.

ઈલોન મસ્કે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે લિન્ડા યાકારિનો ટ્વિટરના નવા સીઈઓ બનશે. લિન્ડા આગામી અઠવાડિયામાં ટ્વિટરની કમાન સંભાળશે. મસ્કે જણાવ્યું કે લિન્ડા મુખ્યત્વે બિઝનેસ ઓપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યારે તે પોતે પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

 

Filed under Business

Share this story

Latest News

Explore States

News from every corner of India.