Skip to content
Thursday, November 5, 2026 Ahmedabad 34°C

ઉત્તરપ્રદેશ શિક્ષણ બોર્ડની મોટી બેદરકારી, 94 ટકા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી થયો નાપાસ

ઉત્તરપ્રદેશ શિક્ષણ બોર્ડની મોટી બેદરકારી, 94 ટકા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી થયો નાપાસ

યુપી બોર્ડના ધોરણ 10 અને 12માના પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેર થયેલા પરિણામમાં બોર્ડના અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી છે. બોર્ડે 94 ટકા મેળવનાર વિદ્યાર્થીનીને નાપાસ જાહેર કરી હતી. પ્રેક્ટિકલમાં 30ને બદલે 3 માર્ક્સ આપીને વિદ્યાર્થીને નાપાસ કર્યો હતો. જેના કારણે વિદ્યાર્થીની માનસિક રીતે પણ પરેશાન થઈ ગઈ હતી. વિદ્યાર્થીની અને તેના પરિવારજનોએ મુખ્યમંત્રી પાસે આ મામલે તપાસ અને ન્યાયની માંગણી કરી છે.

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં યુપી બોર્ડના અધિકારીઓની બેદરકારીના કારણે એક હાઈસ્કૂલના વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. યુપી બોર્ડના હાઇસ્કૂલનું પરિણામ જાહેર થયા બાદ અમેઠી શહેરની હાઇસ્કૂલની વિદ્યાર્થી 94 ટકા માર્ક્સ મેળવીને પણ નાપાસ થઇ હતી. તેને 402 માર્ક્સ મળ્યા હતા જ્યારે પ્રેક્ટિકલ માટે 180ને બદલે માત્ર 18 માર્ક્સ ઉમેરવામાં આવ્યા હતા.

જો વિદ્યાર્થીના 180 માર્ક્સ ઉમેરવામાં આવે તો કુલ માર્ક્સ 564 હોત, જે 94 ટકા હોત. બોર્ડની બેદરકારીને કારણે વિદ્યાર્થીની ખૂબ જ પરેશાન છે. વિદ્યાર્થીએ કહ્યું કે મારા થિયરી અને પ્રેક્ટિકલ બંને પેપર ખૂબ સારા ગયા હતા, પરંતુ મારા પરિણામમાં પ્રેક્ટિકલ નંબર ઉમેરવામાં આવ્યા ન હતા. મને 30 નંબર મળ્યા હતા પરંતુ પરિણામમાં માત્ર 3 નંબર જ ઉમેરાયા છે. વિદ્યાર્થીએ મુખ્યમંત્રીને અરજી કરી માર્ક્સ વધારવા માંગ કરી છે.

આ મામલે માધ્યમિક શિક્ષણ નિયામકે કહ્યું કે ટાઇપિંગની ભૂલને કારણે આવું થયું હોવું જોઈએ. તેમાં સુધારો કર્યા પછી વિદ્યાર્થીને ફરીથી પરિણામ મળશે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીનું પરિણામ તેના પ્રેક્ટિકલ માર્ક્સના આધારે ફરીથી તૈયાર કરવામાં આવશે.

Filed under India

Share this story

Latest News

Other States

News from every corner of India.