IPL 2023માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મહત્વનો મેચ રમાશે. આજની મેચમાં ચેન્નઈ રાજસ્થાન સામે પાછલી હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે રાજસ્થાનની ટીમ ત્રીજા સ્થાને છે. મેચ સાંજે 7:30 વાગ્યે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.
આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે છેલ્લી ત્રણ મેચોમાં સતત જીતી મેળવી છે જયારે રાજસ્થાન રોયલ્સને છેલ્લી બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈએ છેલ્લી ત્રણ મેચોમાં ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને ઇમ્પેક્ટ પ્લેયર સરખી જ રણનીતિ અપનાવી હતી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની રણનીતિમાં ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં રાજસ્થાને ચેન્નઈને તેના હોમગ્રાઉન્ડ પર ત્રણ રનથી હરાવ્યું હતું. IPLના 10 વર્ષમાં રાજસ્થાન બીજી ટીમ છે જેણે ચેન્નઈને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું છે. IPLમાં અત્યાર સુધી આ બંને ટીમો 28 મેચોમાં સામસામે રમી ચુકી છે. જેમાં ચેન્નઈએ 15 મેચ જ્યારે રાજસ્થાને 13 મેચ જીતી છે.
IPL 2023ની 7 મેચમાં 10 પોઈન્ટ મેળવ્યા બાદ ચેન્નઈની પ્લેઓફમાં રમવાની શક્યતા વધી ગઈ છે. જયારે રાજસ્થાન રોયલ્સના 8 પોઈન્ટ છે. જો રાજસ્થાન આજની મેચ જીતવામાં સફળ રહેશે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે. આ સીઝનમાં રાજસ્થાનનો નેટ રન રેટ અન્ય તમામ ટીમો કરતા સારો છે.
સંજુ સેમસન , યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ, અબ્દુલ બાસિથ, આકાશ વસિષ્ઠ, ડોનાવોન ફરેરા, મુરુગન અશ્વિન, કેએમ આસિફ, રિયાન પરાગ, જો રૂટ, એડમ ઝમ્પા, નવદીપ સૈની, કેસી કરિઅપ્પા, ઓબેદ મેકકોય, કુલદિપ યાદવ, કુલદીપ સેન, કુણાલ સિંહ રાઠોડ
એમએસ ધોની , રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષના, આકાશ સિંહ, ડ્વેન પ્રિટોરિયસ, સુભ્રાંશુ સેનાપતિ, શૈક રાશિદ, આરએસ હંગરગેકર, મિશેલ સેન્ટનર, અજય જાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, ભગત વર્મા, નિશાંત સિંધુ