મુંબઈ: મુંબઈ પોલીસે એક દિવસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ડ્રગ્સ વેચનારા અને હેન્ડલર્સ પાસેથી ચરસ, મેફેડ્રોન, અન્ય નશીલા પદાર્થ સાથે ૯,૪૦૯ કિલો ગાંજો જપ્ત કર્યો હતો, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
મંગળવારે હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશ દરમિયાન પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ નવા ૨૭ કેસ નોંધ્યા હતા. સમગ્ર મુંબઈમાં ૬૭ આરોપી સામે કાર્યવાહી કરી હતી.
એનડીપીએસ એક્ટની તપાસના ભાગરૂપે ૪૪૦ આરોપીની તપાસ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ ઓપરેશનમાં ૯,૪૦૯ કિલો ગાંજો, ૩૦ ગ્રામ ચરસ, ૧૯ ગ્રામ મેફેડ્રોન, અન્ય ડ્રગ્સ સિગારેટ, તમાકુના ૭૬૪ પેકેટ કબજે કરાયા હતા. શહેરમાં કુલ ૧૧૨ ગેરકાયદે પાન સ્ટોલ છે, એમ પોલીસે જણાવ્યું હતું.