અમેરિકામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર છે. અમેરિકાએ કહ્યું છે કે તે આ વર્ષે 10 લાખથી વધુ ભારતીયોને વિઝા આપશે. બાઈડન પ્રશાસન માટે કામ કરતા વરિષ્ઠ અધિકારી ડોનાલ્ડ લુ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ લુ અમેરિકા વતી દક્ષિણ એશિયા માટે કામ કરે છે. તેમણે કહ્યું કે અમેરિકા વિઝા આપવાની દિશામાં કામ કરી રહ્યું છે.
બાઈડન વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આ વર્ષના ઉનાળા સુધીમાં તમામ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયા પૂર્ણ કરીશું, જેથી તેઓ સપ્ટેમ્બરમાં તેમની કોલેજમાં જોડાઈ શકે. દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુ પણ કહે છે કે અમે કામદારો માટે વિઝાને પણ પ્રાથમિકતા આપીશું, કારણ કે તે અમેરિકન અને ભારતીય અર્થતંત્ર બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારતમાં ITનો અભ્યાસ કરતા લોકો H-1B અને L વિઝાની માંગ કરી રહ્યા છે. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે H-1B અને L વિઝા પર આધાર રાખે છે. અમેરિકામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મામલામાં ભારતનું નામ બીજા નંબરે છે.
અમેરિકાએ વિઝા માટે રાહ જોવાનો સમય પણ ઘણો ઘટાડી દીધો છે. જો કે, પ્રથમ વખત વિઝા માટે અરજી કરનારા લોકોએ હજુ એક વર્ષ સુધી રાહ જોવી પડશે. ખાસ કરીને ધંધા-રોજગાર અને પર્યટન માટે જતા લોકોનો વેઈટિંગ સમયગાળો ઘણો લાંબો છ
નોંધપાત્ર વાત એ છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સમયની સાથે મજબૂત થતા અમેરિકાએ વિઝા આપવાની પ્રક્રિયામાં ઝડપ દર્શાવી હતી. યુએસ એમ્બેસીએ આ વર્ષે માર્ચમાં અહેવાલ આપ્યો હતો કે વર્ષ 2022 માં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિશ્વભરમાં લગભગ 9 મિલિયન નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરી હતી.