બાબર ભલે આ રેકોર્ડ બનાવવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરોથી આગળ નીકળી ગયો છે પણ તે ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતના હાલના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીથી આગળ નીકળી શક્યો નથી. વિરાટ કોહલી હજુ પણ આ વાતમાં બાબરથી આગળ છે.
બાબરે 12000 આંતરરાષ્ટ્રીય રન 277 ઇનિંગમાં પૂરા કર્યા છે તો વિરાટ કોહલીએ આ આંકડો 276 ઇનિંગમાં પ્રાપ્ત કર્યો હતો. બાબરે આ વાતમાં ક્રિકેટના ભગવાન એટલે કે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. તે સચિનની સરખામણીમાં આ આંકડા પર ઓછી ઈનિંગમાં પહોંચ્યો છે. નોંધપાત્ર છે કે વિશ્વ ક્રિકેટની જો વાત કરીએ તો વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ક્રિકેટર વિવ રિચાર્ડ્સ સૌથી ઓછી 255 ઈનિંગમાં 12000 રન કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે.